અમરેલીનાં ગાયકવાડી દીવાન શ્રી વિઠ્ઠલરાવ દેવાજી
Abstract
સૌરાષ્ટ્રમાં પેશ્વા તેમજ ગાયકવાડો અંગ્રેજ કંપની સાથે સીને મુઘલ બાદશાહોની જેમ ચોથ, સરદેશમુખી, જોરતલલી તેમજ ખંડણીઓના જુદાં જુદાં નામે સૌરાષ્ટ્રનાં દેશી રજવાડા ઓ પાસેથી તલવારની આણીએ મોટી- મોટી રકમો ઉઘરાવાતાં. સૌરાષ્ટ્રને પાયમાલ કરવામાં ગાયકવાડી શાસકોને ઉતેજન અંગ્રેજો એ આપ્યું. એમછતા દેશી રજવાડાંઓથી પ્રજા પોતાનાં, રાજવીઓ કે ભામાતોના તોફાનો ન સુખચેન મેળવી શકતી નહિ. વેઠપ્રથા અને નાકાબંધીના ત્રાસે તેમજ લૂટારાઓ બહારવટિયા અને ઠગોના પંજામાંથી લોકો ફરી શકતાં નહિં.
એવાં સમયે ગાયકવાડ ના સમજદાર સૂબાઓ અને ભલા સ્વભાવનાં કેટલાંક અંગ્રેજ અધિકારીઓનાં શાસન તળે સૌરાષ્ટ્રની પ્રજામાં કયાંક ક્યાંક શાંતિના દર્શન થતા. જેમાં અમરેલીના શ્રી વિઠ્ઠલરાવ દેવાજી નામે દીવાનનું કાર્યકોત્ર ઉત્તમ ગણાતું. અમરેલીની પ્રજા એનાં શાસન-તળે નિર્ભય હતી. એક નાના સંત્રી માંથી દીવાન સુધી પહોંચવામાં વિઠ્ઠલરાવ સફળ રહયાં. કહેવાય છે કે તે સાધુ- સંતોની સેવા કરતાં ત્યારે એક સંન્યાસી એ તેને આશીર્વાદ આપેલાં કે “જા બેટા વિઠુ! તું આગે જા કરદીવાળ બનેગા.”
Downloads
References
લેલે, ભા. ચી. અને ભાટે, ભા. કા. વડોદરા રાજયનો ઇતિહાસ. પૃ ૧૫.
સંપા. પરીખ ર. છો. અને શાસ્ત્રી હ.'ગુજરાત નો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ - ગ્રંથ-૭ [મરાઠાકાલ] ભો જે વિદ્યાભવન અમદાવાદ – પૃ ૪૮.
લેલે અને ભાટે. શ્રીમંત ગાયકવાડ સરકાર" - પૃ.૧૬
ભટ્ટ. દે વૃ. 'શહોરની હકીકત' પૃ. ૫૮.
જાની એસ. વી. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પૃ ૯૮.
શાહ અ.ગો. ‘ભારત રાજ્ય મંડળ’ ભાગ-૨ પૃ. ૨૪૮,૨૪૯.
દેસાઇ શં. હ. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પૃ ૬૮૫.
છત્રપતિ ભ.સં. (અનુ.) રેકેર્ડ ઑફ બોમમ્બે ગવર્નમેન્ટ વૉલ્યૂમ- ૩૯, ભાગ-૧ મુંબઈ (૧૮૭૦) પૃ. ૨૮૮
પરીખ ર.ગો. સૌરાષ્ટ્રમાં મરાઠા સતા" લેખ. 'પથિક' (માસીક) વર્ષ-૧૦ અંક ૯૯ પૃ ૭૩।૭૪.
દેસાઈ ગો. હા.'ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ’ પૃ ૩૬૦.
પૂર્વોકત ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ (દેસાઇ) પૃ ૬૯૨.
જાની એસ.વી. લેખ, “સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અને વોકર કરાર વિદ્યાપીઠ” (જુલાઇ ઓગસ્ટ) ૧૯૮૬ પૃ ૩૮.
સંપા ર. છો. પરીખ, પૂર્વોકતગ્રંથ પૃ ૧૪૬
એજા, પૃ ૧૪૮
સોરઠિયા ગો જી. ‘અમરેલી ઇતિહાસની અટારીએથી’ પૃ.૩૫
મનસુખ સ્વામીનોલેખ 'પર્થિક' - ૧૯૮૮ ઓકટો. નવે. પૃ.૩.
એજન પૃ.૩૧.
એજન પૃ.૩૨.
સંપા. ખાચર પ્ર. ભ. 'કાડિયાવાડ સર્વસંગ્રહ' પૃ ૨૧૯.
પૂર્વોકત ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ (શંભુપ્રસાદ) પૃ ૬૫૬.
પૂર્વોકત, ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ - પૃ ૧૮૮.