માધ્યમિક કક્ષાએ કન્યા વિદ્યાર્થીઓને શાળા છોડવાના કારણો
Keywords:
શિક્ષણAbstract
નારી અભ્યાસોના ત્રણ પાસા સંશોધન, શિક્ષણ અને ક્રિયાત્મક છે. સ્ત્રી અને તેની જીવન પરિસ્થિતિનો સમીક્ષાત્મક અભ્યાસ કરી આવા અભ્યાસોને શિક્ષણમાં સ્થાન આપવું તથા તેના દ્વારા તેની પરિસ્થિતિ પ્રત્યે સમાનતા, અને સંવેદનશીલતા જાગૃત કરવી તેમ સ્ત્રીના દરજ્જામાં સમાનતા અને સ્વતંત્રતા સૂચક પરિવર્તનો લાવવા માટેના કાર્યક્રમો રજૂ કરવા અને જન સમાજમાં સામાજિક જાગૃતિ લાવવા તે નારી અભ્યાસો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે. શિક્ષણથી જ માનવજીવનની ગુણવત્તા અને જાણી શકાય છે. તેનો વૈશ્વિક કક્ષાએ સ્વીકાર થયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જૈવિક ભિન્નતાથી સાથે સામાજિક - સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનું ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી એક જ કુટુંબમાં બે સભ્યોનો વિકાસ પંથ જુદો રહે છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓને જુદી જુદી ઘણી સમસ્યાઓ પ્રવર્તમાન છે. તેમાંથી એક મુખ્ય સમસ્યા છે, સ્ત્રી શિક્ષણની જેમના કારણે આજે અનેક સામાજિક, આર્થિક, શૈક્ષણિક, અને કૌટુંબિક પરિબળો વિશેષ અસર કરતા હોય છે. જેમ કે પરંપરાગત મૂલ્યો, નાની વયે લગ્ન, કૌટુંબિક અને સામાજિક અપેક્ષાઓ, સમાજની ઉદાસીનતા, સ્ત્રી શિક્ષણની ઓછી સામાજિક ગતિશીલતા, શિક્ષણની ઓછી તકો, નબળી આર્થિક સ્થિતિ, ગ્રામીણ અને સામાજિક રૂઢિચૂસ્ત માળખું વગેરે અસર કરે છે.
Downloads
References
(1) आहूजा राम - सामाजिक अनुसंधान -रावत पब्लिकेशन जयपुर 2004
(2) लवानिया एम. एम. एवम जैन शशी के सामाजिक अन्वेषण में सर्वेक्षण पद्धतियाँ - रिसर्च पब्लिकेशन- जयपुर
(3) ચંદ્રિકા રાવલ - જેન્ડર અને વિકાસ - પાર્શ્વ પબ્લિકેશન પ્રથમ આવૃત્તિ- ૨૦૧૨.
(4) કલ્પના શાહ - સ્ત્રીનો બદલતો દરજ્જો અને ભૂમિકા - યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત - ૨૦૧૨
(5) કલ્પના શાહ – સ્ત્રી શિક્ષણ: વિકાસ અને પડકાર - ૨૦૦૩
(6) રમેશ મકવાણા - એકવીસમી સદીમાં મહિલાઓનું સ્થાન અને ભૂમિકા પબ્લિકેશન – ૨૦૧૩ - પાર્શ્વ
(7) કારકાણી ધર્મિષ્ઠા - ઉચ્ચ શિક્ષણની વિદ્યાર્થીઓમાં સામાજિક પરિવર્તન - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ – ગુજરાત યુનિ. અમદાવાદ – ૨૦૧૬
(8) શાહ વિમળ પી. - “સંશોધન ડિઝાઇન”- યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય