પ્રાથમિક શાળાના શિક્ષકોના નૈતિક તર્કનો જાતિયતા અને શાળાના માધ્યમના સંદર્ભમાં અભ્યાસ
Keywords:
નૈતિક શિક્ષણ, નૈતિક તર્ક, પ્રાથમિક શિક્ષકોAbstract
સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે. નૈતિકતા એ વ્યક્તિના જીવનમાં વિવિધ ક્ષેત્રે કેળવાતો એક અભિગમ છે. શિક્ષણ એવું હોય જે વ્યક્તિના અભિગમ, લાગણીઓ અને ચારિત્ર્યને સાચી દિશા ચીંધી શકે. વ્યક્તિના જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને કાર્યક્ષમતાની સાથે વ્યક્તિ વિકાસને સંલગ્ન શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, નૈતિક અને આધ્યાત્મિક જેવાં દરેક પાસાંઓને આવરી લે એવું શિક્ષણનું પરિરૂપ હોવું જોઇએ. દરેક નાગરિકના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વને સંપૂર્ણપણે વિકસાવે એ જ સાચું શિક્ષણ, જેનો આધાર વિવિધ ધર્મોમાં સામ્યતા ધરાવતા નૈતિક મૂલ્યોની સામ્યતા પર હોય. વ્યક્તિ હેતુસર વિતાવવા સક્ષમ બને અને સમાજ પ્રત્યેની જવાબદારી પરિપૂર્ણ કરી શકે તો આપણું શિક્ષણ સાર્થક કહેવાય.
પ્રસ્તુત સંશોધનના નમૂના તરીકે રાજકોટ શહેરની પ્રાથમીક શાળાઓમાંથી આકસ્મિક નમૂના પસંદગીથી પ્રાથમિક શાળાના ૧૦૦ શિક્ષકોનો સમાવેશ થયેલ છે. પ્રસ્તુત સંશોધન પ્રાથમિક શિક્ષણ, નૈતિક શિક્ષણ અને મનોવૈજ્ઞાનિક માપનના ક્ષેત્રને સ્પર્શે છે. સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માહિતીનુ એકત્રીકરણ સંશોધક દ્વારા રૂબરૂ મુલાકાત દ્વારા કસોટી આપીને કરવામા આવ્યુ હતુ. માહિતીનું પૃથક્કરણ મધ્યક, પ્રમાણવિચલન અને t-કસોટી દ્વારા કરવામાં આવ્યું. પ્રસ્તુત સંશોધનના તારણોમા પુરુષ શિક્ષકો કરતાં સ્ત્રી શિક્ષકો વધુ નૈતિક તર્ક ધરાવે છે તથા અંગ્રેજી માધ્યમના શિક્ષકો કરતાં ગુજરાતી માધ્યમના શિક્ષકો વધુ નૈતિક તર્ક ધરાવે છે.
Downloads
References
૧. ઉચાટ, ડી. એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર. રાજકોટ: પારસ પ્રકાશન
૨. ત્રિવેદી, એમ. ડી. અને પારેખ, બી. યુ. (૧૯૮૯), શિક્ષણમાં આંકડાશાસ્ત્ર. (બીજી આવૃત્તિ). અમદાવાદ યુનિવર્સીટી: ગ્રંથ નિર્માણ બોર્ડ - ગુજરાત રાજ્ય
૩. દેસાઈ, કે. જી. (૨૦૦૦). મનોવૈજ્ઞાનિક માપન. (ચતુર્થ આવૃત્તિ). અમદાવાદ યુનિવર્સીટી: ગ્રંથ નિર્માણ બોર્ડ - ગુજરાત રાજ્ય.
૪. દોંગા, નનુભાઈ (૨૦૦૭). શિક્ષણનું મનોવિજ્ઞાન. (પ્રથમ આવૃત્તિ) રાજકોટ: નિજજન સાયકો સેન્ટર.