ભારતીય શિક્ષણ : જ્ઞાનની અગણિત ધારાઓનો સુભગ સમન્વય
Abstract
ભારતીય શિક્ષણ એટલે જ્ઞાનની અગણિત ધારાઓનો સુભગ સમન્વય ધરાવતું તપોવન પદ્ધતિનું શિક્ષણ. આ દેશનું 'ભારત' એવું નામકરણ તેની વિશિષ્ટ જ્ઞાનનિષ્ઠાનું સૂચન કરે છે. 'ભારત' અર્થાત્ 'ભા+રત'. અહીં 'ભા = જ્ઞાન (કાંતિ,તેજ) અને 'રત' = મગ્ન (તલ્લીન, આસક્ત) એવો અર્થ રહેલો છે. આમ 'ભારત' એટલે એવો દેશ, જે હંમેશા જ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓમાં તલ્લીન હોય. આ રીતે જ્ઞાનનિષ્ઠ અને તેજોમય ભારત પાસે વિશ્વના અન્ય દેશોથી તદ્દન ભિન્ન એવી પોતાની આગવી અને અલાયદી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા છે. જેને 'ભારતીય શિક્ષણ' એવાં નામકરણથી ઓળખવામાં આવે છે.
Downloads
References
(૧) ‘શ્રીમદ્ આદ્યશંકરાચાર્ય : આદિ શિક્ષણશાસ્ત્રી’, લજ્જારામ તોમર, પ્રકા. પરિચય ટ્રસ્ટ – મુંબઈ.
(૨) ‘શિક્ષણદર્શન’, ભાણદેવ, પ્રકા. પ્રવીણ પ્રકાશન – રાજકોટ.
(૩) ‘ભારતીય શિક્ષણ ચિંતન’, લલિતભાઈ મહેતા, પ્રકા. પ્રવીણ પ્રકાશન - રાજકોટ
(૪) ‘પ્રાચીન ભારતની શિક્ષણ ગરિમા’, હીરજીભાઈ નાકરાણી, નવભારત પ્રકાશન - અમદાવાદ