સાંપ્રત સાહિત્યમાં અનુઆધુનિકતાવાદ
Abstract
વીસમીસદીની શરૂઆતમા કેટલીક કલાકૃતિઓમા કલ્પન પ્રતિકની યોજના કથાના વેરવિખેર ટૂકડાઓનો વિનિયોગ જૂદી ભાવસ્થિતિઓને જુદા જુદા મનોગત વ્યક્ત કરવા કે રૂપ આપવા કલાકાર યોજતો હતો. આધુનિકતાવાદ એને ઊંડી અતીત ઝંખના તરીકે આગળના જમાના માટે શ્રધ્ધા વ્યક્ત કરવા અને ક્યારેક વર્તમાન સમય માટે સંશય વ્યક્ત કરવા એનો વિનિયોગ પોતાની રચનાઓમાં કરતો હતો. આ બધા સાથે વિલાપ,નિરાશાવાદ અને આશાભંગ કે વિષાદ જોડાયેલા રહેતા.વિચ્છિન્નતાના ભાવને રજૂકરવા ‘Fractured Art’માં આ બધા તત્વો રચનારીતિના ઘટકો તત્વો તરીકે પ્રયોજાતા. આના પ્રતિકાર તરીકે અનુઆધુનિકતાવાદમા ખંડિતતા, ઉલ્લાસ અને આનંદના ભાવને વ્યક્તા કરવા મુક્તિના તત્વ તરીકે પ્રયોજાય છે. અનુઆધુનિકતાવાદી સર્જક પોતાની રચનામાં સંદર્ભોને કાળયોજનાને અનિવાર્ય તત્વ ગણતો નથી.તેમની રચનાઓમાં આવતા સંદર્ભોની કોઈ નિશ્ચિત પ્રણાલી નથી, એ તો એ વિશે પણ સંશયી છે. ખપમાં આવે તો સંદર્ભોનો વિનિયોગ કરવામાં એ કોઇ ખચકાટ કે અપરાધ અનુભવતો નથી.
Downloads
References
• અનુઆધુનિકતાવાદ : સંપાદન-ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત ટોપીવાળા
• અનુઆધુનિકતાવાદ : ચંદ્રકાંત ટોપીવાળા
• અનુસંધાન :સંપાદક – પ્રવીણ દરજી
• સાહિત્યસંનિધિ: ઉષા ઉપાધ્યાય
• Literary Theories : A Reader and Guide Edi.julian Wolfreys
• The postmodern Condition :A report on Knowledge Tr. Gruff and Brain Massumi