ભારતીય ડાયસ્પોરા સાહિત્ય
Abstract
‘ડાયસ્પોરિક સાહિત્ય’ એટલે? દેશ છોડીને ગયેલો મનુષ્ય પોતાની અસલિયતને છોડી શકતો નથી. દેશ-પ્રદેશને છોડવાનું કારણ પછી ગમે તે હોય. દેશીવાદ પણ આ વાતની સાખ પૂરે છે કે પોતાના મૂળને મનુષ્ય ભૂલી શકતો નથી. વૃક્ષને પોષણ તેના મૂળિયાં આપે છે. સંસ્કૃતિ, સમાજ, ભાષા, પરિવેશ વગેરેથી દૂર રહીને મનુષ્યનો વિકાસ નહીવત છે. સ્થળાંતર થતી પ્રજા પોતાના મૂળને ભૂલી શકતી નથી. ‘ડાયસ્પોરિક સાહિત્ય’માં આ વાત પહેલેથી જોવા મળી છે. જે પ્રજા ભારત (ગુજરાત) છોડીને ગઈ છે. પણ તેમના સાહિત્યમાં સંસ્કૃતિ, સમાજ, ભાષા, પરિવેશ વગેરેની ઝંખના સતત જોવા મળે છે. શરીરથી તે દૂર છે પણ મનથી–હૃદયથી તે દેશ સાથે જોડાએલી હોય છે. દેશ-પ્રદેશ છોડ્યાનો વસવસો તેમના સાહિત્યમાં જોવા મળે છે. ‘ડાયસ્પોરિક વાર્તાઓ’ નામના પુસ્તકમાં ડાયસ્પોરિક સાહિત્ય કોને કહેવાય? તેની ચર્ચા કરી છે. તે આ મુજબ છે. ડાયસ્પોરિક’ સંજ્ઞા અને ‘ડાયસ્પોરિક સાહિત્ય’ એટલે શું? આ ચર્ચા ખૂબ જૂની છે. કોઈપણ સાહિત્યની સંજ્ઞા વિશે સમયાન્તરે તેમાં વધારો-ઘટાડો થતો રહે છે.
Downloads
References
• ડાયસ્પોરિક વાર્તાઓ’, સં. વિપુલ કલ્યાણી, અનિલ વ્યાસ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રસ્થાવના
• ગુલમહોરથી ડેફોડિલ્સ, પન્ના નાયક, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૨
• આવન જાવન, પન્ના નાયક, એસ.એન.ડી.ટી. મુંબઈ, પ્ર.આ.૧૯૯૧
• અરસપરસ, પન્ના નાયક, એસ.એન.ડી.ટી. મુંબઈ, પ્ર.આ.૧૯૮૯
• કવિ અને કવિતા કેટલાંક કાવ્યો, સં. સુરેશ દલાલ, ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ, પ્ર.આ. ૧૯૯૦
• અંતિમે, પન્ના નાયક, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૪
• ચેરી બ્લોસમ્સ, પન્ના નાયક, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૨૦૦૪
• નિસબત, પન્ના નાયક, મિહિકા પ્રકાશન, મુંબઈ, પ્ર.આ.૧૯૮૪
• લેખ-‘ડાયસ્પોરિકવાર્તાઓ’ ચિરાગ ઠક્કર ‘જય’, ઓપિનિયન, મેં-૨૦૧૨,
• લેખ- “‘ડાયાસ્પોરા’ વિશે”, ડૉ. દર્શિની દાદાવાલા, IJRAR-international journal of Research and Analytical reviews, issue-3, July-Sept. 2018
• સ્ત્રી –સંવેદનાની વિવિધ છાયાઓની ઝાંખી, મીનળ દવે, પરબ-જુલાઈ, વર્ષ-૨૦૦૧
• પન્ના નાયકનું ડાયાસ્પોરા સાહિત્ય વિશ્વ, સં. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્ર.આ.૨૦૧૨
• આધુનિકોત્તર ગુજરાતી કવિતા પ્રવાહ:એક અભ્યાસ(પસંદગીના કવિઓ સંદર્ભે), ડૉ. મૂકેશ કાનાણી, સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર, ૨૦૧૮.