શિક્ષક-પ્રશિક્ષકોનું શિક્ષક વ્યવસાય પ્રત્યેનું મનોવલણ
Abstract
પ્રસ્તુત અભ્યાસમાં શિક્ષક-પ્રશિક્ષણાર્થીઓ શિક્ષક વ્યવસાય પ્રત્યે કેવા વલણો ધરાવે છે તે જાણવાના હેતુથી પ્રયોજકે તૈયાર ઉપકરણ (મનોવલણ માપદંડ)નો ઉપયોગ કર્યો હતો. તેના આધારે પાત્રોના આંકડાકીય સ્મૃતિઆંક પ્રાપ્ત થયા હતા.ટી-મૂલ્ય મેળવવા માટે એકસેલ પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભ્યાસના વ્યાપવિશ્વ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એડ્.નો અભ્યાસક રતા ૨૧૬ તાલીમાથીઓની નમૂના તરીકે પસંદગી કરવામાં આવી હતી. ઉપકરણ તરીકે રચવામાં આવેલ વ્યવસાય પ્રત્યેનું મનોવલણનો ઉપયોગ કરવામાં આવેલ હતો. માહિતીનું પૃથક્કરણ ટી-કસોટી દ્વારા કરવામાં કરવામાં આવેલ હતું. અભ્યાસના અંતે જાણવા મળ્યું કે તાલીમાર્થી અને તાલીમાર્થીનીઓ બંને શિક્ષક વ્યવસાય પ્રત્યે સમાન મનોવલણ ધરાવતા હતા.
Downloads
References
ઉચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધનનું સંદોહન. રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૯-૨૦૦૬). સંશોધનોનો સારાંશ. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજિજન સાયકો સેન્ટર.
દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કૃ. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
ઝાલા, એન. વી. (૨૦૦૯). માધ્યમિક શિક્ષક-પ્રશિક્ષકોનું શિક્ષક વ્યવસાય પ્રત્યેનું મનોવલણ. અપ્રકાશિત એમ.એડ. લઘુશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.