પુસ્તકાલય પ્રત્યેની સભાનતાનો અભ્યાસ
Abstract
કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિના ઘડતરમાં પુસ્તકો અને પુસ્તકાલયો મહત્ત્વનો ભાગ ભજવે છે. પુસ્તકો એ જ્ઞાનના પ્રવેશ દ્વાર છે. પુસ્તક માનવનો સાચો મિત્ર છે તે માનવના સુખ, દુઃખનું સાથીદાર છે. એટલા માટે જ એમ કહેવાયુ છે કે, બધેથી હતાશ અને ભગ્ન થયેલો માનવ એ પુસ્તકમાં આશ્વાસન શોધે છે. પુસ્તકોના મહત્ત્વ વિશે ગાંધીજી કહેતા કે... “પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાંયે અધિક છે કેમ કે રતન બહારથી ચમક બતાવે છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે.” સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે... "સારાં પુસ્તકો વિનાનું ઘર એ સ્મશાન જેવું છે.” સાંપ્રત યુગમાં પણ પુસ્તકાલયનું મહત્ત્વ ઘટયુ નથી. પુસ્તકાલય એ બગીચો છે. અને પુસ્તક એ બગીચામાં રહેલું પુષ્પ છે. પુસ્તકો એ વ્યક્તિના સાચા મિત્ર છે. પુસ્તક એ મનુષ્યને પથ દર્શકનું કામ કરે છે. દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં અંગત પુસ્તકાલય વસાવવાથી તેની વિચાર શક્તિનાં દ્રાર વિસ્તૃત બને છે. પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ શહેરની તાલીમી સ્નાતકોની જાતીયતા અનુસાર પુસ્તકાલય પ્રત્યેની સભાનતા તપાસવાનો હતો. પ્રસ્તુત અભ્યાસમાં વ્યાપવિશ્વ અને નમૂના તરીકે પ્રયોજકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્. કોલેજોમાં અભ્યાસ કરતા તાલીમી સ્નાતકોને વ્યાપવિશ્વ તરીકે સ્વીકારેલ હતા. પ્રસ્તુત અભ્યાસમાં ચાર બી.એડ્. કોલેજોના તાલીમી સ્નાતકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં કુમારોની કુલ સંખ્યા ૧૨૫ અને કન્યાઓની કુલ સંખ્યા ૧૮૦ હતી એમ કુલ ૩૦૫નો નમૂનો લેવામાં આવ્યો હતો. પ્રસ્તુત અભ્યાસ સર્વેક્ષણ પ્રકારથી કરવામાં આવ્યો હતો. ઉપકરણ તરીકે પ્રશ્નાવલિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભ્યાસના અંતે તારણો મળેલ હતું કે, કુમારો અને કન્યાઓ પુસ્કાલય પ્રત્યેના અભિપ્રાયો સમાન હતા. એટલે કે કુમારો કરતા કન્યાઓ પુસ્તકાલય પ્રત્યેના અભિપ્રાયો તરફ વધુ ઝોક દર્શાવતી હતી.
Downloads
References
ઉચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
........., (૧૯૮૮). સંશોધનનું સંદોહન રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
........., (૧૯૮૯-૨૦૦૬). સંશોધનોનો સારાંશ. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
........., (૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજિન સાયકી સેન્ટર.
દેસાઈ, હ. ગુ. અને દેસાઈ. ફ઼. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
દોંગા. એન એસ. (૨૦૧૨) અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોડ, ગુજરાત રાજ્ય