વિષયવૈવિધ્યની સુંદર ઝાંખી કરાવતો એકાંકીસંગ્રહ
Abstract
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ તરફ દૃષ્ટિ કરીએ તો આપણે ત્યા કાવ્યસર્જક હોય અને નાટ્યસર્જક હોય એવા સાહિત્યકારો તો ઘણા મળે છે, પરંતુ કાવ્ય અને નાટક એમ બન્ને ક્ષેત્રમાં નક્કર પ્રદાન કરીને એક સફળ સર્જક તરીકેની નામના મેળવનારા સાહિત્યકારો આપણે ત્યાં ખુબ ઓછા છે. કૃષ્ણલાલ શ્રીધરાણીએ ગુજરાતી સાહિત્યમા કવિતા અને નાટક એમ બન્ને પ્રવાહોમાં નોંધપાત્ર પ્રદાન કર્યુ છે. તેમની પાસેથી ‘કોડિયા’, ‘પુનરપિ’,‘હાથરસનો હાથી’ શીર્ષકથી કાવ્યગ્રંથો મળ્યા છે અને ‘વડલો’,‘પીળાં પલાશ’, ‘મોરના ઇંડાં’, ‘પદ્મિની’, ‘પિયો ગોરી’ વગેરે શીર્ષકથી નાટ્યગ્રંથો મળ્યા છે. આદર્શ પ્રકાશન દ્વારા ‘શિષ્ટ-પ્રશિષ્ટ-સાહિત્ય શ્રેણી’ અંતર્ગત કૃષ્ણલાલ શ્રીધરાણીના પસંદ કરેલા દસ એકાંકીઓનો સંગ્રહ ‘પિયો ગોરી અને બીજા એકાંકીઓ’ પ્રગટ થયો છે. અહી ‘પિયો ગોરી અને બીજા એકાંકીઓ’માંથી પ્રગટતા સુંદર વિષયવૈવિધ્યની વાત કરવાનો આશય છે.
Downloads
References
(૧) ‘પિયો ગોરી અને બીજા એકાંકીઓ’, કૃષ્ણલાલ શ્રીધરાણી.
(૨) ‘નાટ્યપ્રકાશ’, રણછોડભાઈ દવે.
(૩) ‘નાટ્યકળા’, ધીરુભાઈ ઠાકર.
(૪) ‘નાટ્યરસ’, રામપ્રસાદ બક્ષી.
(૫) ‘નાટ્યાયન’, મફતલાલ ભાવસાર.
(૬) ‘નાટ્યસ્વરૂપ’, હસમુખભાઈ રાવળ.
(૭) ‘નાટ્યલોક’, જશવંત શેખડીવાળા.