રામાયણ : ભારતીય જીવનમૂલ્યોનું પુલકિત પંચામૃત્ત
Abstract
રામાયણ એ માત્ર ધર્મગ્રંથ નથી કે નથી માત્ર માનવતાનું મહાકાવ્ય. રામાયણ તો ભારતીયતાની શાહીથી ભારતીય ઈતિહાસના કાગળ ઉપર લખેલો ભારતીય સંસ્કૃતિનો એક જીવંત દસ્તાવેજ છે. ભારતીય સંસ્કૃતિનો નમણો ચહેરો ‘રામાયણ’માં નિહાળવા મળે છે. ભારતીય સંસ્કૃતિ યુગોયુગોથી સમગ્ર વિશ્વની ભાતીગળ પ્રજાને જીવનમૂલ્યો રૂપી પ્રેરણાના પીયુષ પીવડાવતી રહી છે ત્યારે ભારતીય સંસ્કૃતિનો પૂર્ણત: પરિચય કરાવતી અમર રચના ‘રામાયણ’માંથી પ્રગટતા અને આજના આધુનિક માનવસમાજે શીખવા જેવા પંચામૃત્ત સમાન પાંચ જીવનમૂલ્યો વિશે-મિષે વાત કરવાનો અહીં ઉપક્રમ છે.
Downloads
References
(૧) ‘શ્રી વાલ્મીકિ રામાયણ’, શ્રી વાલ્મીકિ, પ્રકા. પ્રવીણ પ્રકાશન – રાજકોટ.
(૨) ‘શ્રી રામચરિતમાનસ’, તુલસીદાસ, પ્રકા. ગીતાપ્રેસ – ગોરખપુર.
(૩) ‘શ્રી વાલ્મીકિ રામાયણ’, શ્રી વાલ્મીકિ, શ્રી હરિહર પુસ્તકાલય – સુરત.
(૪) ‘રામાયણ’, તુલસીદાસ, પ્રકા. શ્રી હરિહર પુસ્તકાલય – સુરત.