વચનામૃતગ્રંથના આધારે શ્રીજીમહારાજના મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વનો અભ્યાસ
Keywords:
વચનામૃત, મૂલ્યો, શ્રીજીમહારાજનું વ્યક્તિત્વAbstract
પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ વચનામૃતગ્રંથના આધારે શ્રીજીમહારાજના મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વનો અભ્યાસ કરવાનો હતો. તથા શ્રીજીમહારાજના મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વને રજૂ કરતા આધારવિધાનો તારવી મૂલ્યો તારવવાનો હતો. ગુણાત્મક પ્રકારનું, વિષયવસ્તુ વિશ્લેષણ પધ્ધતિ, દ્વારા થયેલ આ સંશોધનનું વ્યાપવિશ્વ ‘ વચનામૃતગ્રંથ ‘ હતો.નમૂના તરીકે વચનામૃતગ્રંથના બસો બાસઠ પ્રકરણોનો સમાવેશ કર્યો હતો. વ્યવહારિક પ્રકારના આ સંશોધનનું કાર્યક્ષેત્ર મૂલ્યશિક્ષણ અને શૈક્ષણિક તત્વજ્ઞાન હતું. કાર્યપત્રક ઉપકરણ દ્વારા ડૉ. એચ. ઓ. જોષીએ (૧૯૯૮) ‘મૂલ્યશિક્ષણ’ માં આપેલા મૂલ્યોના વર્ગીકરણ મુજબ પેટામૂલ્ય, મૂલ્ય તારવી તજજ્ઞીકરણ બાદ હાર્દરૂપ તેર વિધાનોની પસંદગી કરી હતી. વિષયવસ્તુ વિશ્લેષણ પધ્ધતિ દ્વારા શાબ્દિક સ્વરૂપે પ્રાપ્ત માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન નોંધપત્રકમાં કર્યું હતું. જે અંતર્ગત કેળવણીકાર, સમાજસુધારક, આધ્યાત્મિક સાધક અને શાસ્ત્રજ્ઞ અનુભવી તરીકેની પ્રતિભા તેમના વક્તવ્ય અને વર્તનમાં પ્રતિબિંબિત થતી જોવા મળી હતી. શ્રીજીમહારાજ દ્વારા કથિત ઉપદેશાત્મક વચનોના સંગ્રહગ્રંથ વચનામૃત મુજબ તેમનું વ્યક્તિત્વ કથની અને કરણીમાં સામ્યતા ધરાવનારું હતું. તેમના મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વને રજૂ કરતા, વચનામૃતગ્રંથમાંથી તારવેલા આધારવિધાનોમાંથી વ્યક્તિગત મૂલ્ય, આધ્યાત્મિક મૂલ્ય, સાંસ્કૃતિક મૂલ્ય, નૈતિક મૂલ્ય, સામાજિક મૂલ્ય પ્રાપ્ત થયા હતા.આ સંશોધન મૂલ્યશિક્ષણ તથા ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ, સંસ્કરણ અને સંવર્ધન માટે ઉપયોગી થશે.
Downloads
References
૧. ઉચાટ, ડી. એ. (૨૦૦૯).શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર. અમદાવાદ: સાહિત્ય મુદ્રાલય.
૨. જોષી, એચ. ઓ. (૧૯૯૮).મૂલ્ય શિક્ષણ. રાજકોટ: મનોરમા પ્રકાશન.
૩. દવે, આર. એમ. (૨૦૦૦) ઘનશ્યામ ચરિત્ર. અમદાવાદ: સ્વામિનારાયણ અક્ષરપીઠ.
૪. સાધુ, આદર્શજીવનદાસ. (૧૯૯૬). ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ. અમદાવાદ: સ્વામિનારાયણ અક્ષરપીઠ.
૫. સાધુ, આદર્શજીવનદાસ. (૨૦૦૮). સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનું જીવન અને કાર્ય.અમદાવાદ:સ્વામિનારાયણ અક્ષરપીઠ.
૬. સ્વામિનારાયણ, અક્ષરપીઠ. (૨૦૦૭). વચનામૃત. અમદાવાદ: સ્વામિનારાયણ અક્ષરપીઠ.