રાજકોટ જિલ્લાની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાનો અભ્યાસ
Abstract
પ્રસ્તુત અભ્યાસનો ઉદ્દેશ્ય રાજકોટ જિલ્લાની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાનો અભ્યાસ કરવાનો હતો. આમ અભ્યાસના હેતુઓની રચના કરવામાં આવી હતી. જેમાં આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને કઈ કઈ શૈક્ષણિક સમસ્યાઓ હશે અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને અપાતી શૈક્ષણિક સુવિધાઓનો અભ્યાસ કરવો એ હેતુ હતો. હેતુને ધ્યાનમાં રાખી પ્રશ્નોની રચના કરવામાં આવી હતી. વ્યાપ વિશ્વ તરીકે સન્. ર૦૧પ–૧૬ ના શૈક્ષણિક વર્ષ દરમિયાન રાજકોટ જિલ્લાની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. તેમજ નમૂનાની પસંદગી સહેતુક કરી હતી અને ધોરણ ૮, ૯ અને ૧૦ ના આદર્શ નિવાસી શાળાના ૩૧૦ વિદ્યાર્થીઓનો નમૂનામાં સમાવેશ કરેલ હતો. પ્રસ્તુત અભ્યાસમાં ઉપકરણ તરીકે પ્રશ્નાવલિની રચના કરી હતી. તથા મળેલ માહિતીનો ગુણાત્મક પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.
Downloads
References
શાહ, દિપલ બી. (ર૦૦૪). શૈક્ષણિક સંશોધન, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
જાદવ, દશરથ . (ર૦૧૦). સુરેન્દ્રનગર જિલ્લાની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ. એમ.એડ્. અપ્રકાશિત લઘુશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.