વીજળી વેરા અને સફાઈ વેરાની આવકનો તુલનાત્મક અભ્યાસ
Abstract
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું મોટાં શહેરોને આવરી લેતું રાજકીય અને વહીવટી તંત્ર. લગભગ પ્રત્યેક દેશમાં મોટાં શહેરોમાં વિવિધ સ્વરૂપે મહાનગરપાલિકાઓ કાર્યરત હોય છે. તેનાં સ્વરૂપ અને કાર્યોમાં દેશ-કાળ અનુસાર ભારે વૈવિધ્ય હોય છે. સ્થાનિક સ્વરૂપ ધરાવતા વિવિધ અને વ્યાપક પ્રશ્નો પ્રત્યેક નગરમાં ઊભા થાય છે અને તેને કાર્યક્ષમ રીતે ઉકેલવા અને તેનો વહીવટ કરવા માટે મહાનગરપાલિકાઓ કાર્ય કરે છે.
ભારતમાં શહેરી વિસ્તારોનો વહીવટ વિવિધ પ્રકારની સ્થાનિક સંસ્થાઓ દ્વારા થાય છે જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, ટાઉન એરિયા કમિટી, નોટિફાઇડ એરિયા કમિટી વગેરે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો શહેરી એકમોમાંનો સર્વોચ્ચ એકમ મહાનગરપાલિકા છે. સ્થાનિક વહીવટ રાજ્યનો વિષય હોવાથી પ્રત્યેક રાજ્યની વિધાનસભાએ ઘડેલા કાયદાને આધારે તે રચાય છે. રાજ્યવાર તેની રચના અને કામગીરીમાં સાધારણ ફેરફાર હોય છે. મુંબઈ અને કોલકાતા મહાનગરપાલિકા ખાસ કાયદાથી રચાઈ હતી જ્યારે વિવિધ રાજ્ય સરકારના મહાનગરપાલિકાના કાયદા દ્વારા અન્ય મહાનગરપાલિકાઓ રચાયેલી છે.
Downloads
References
Andharia J. 1999: “cost of municipal services in Gujarat”.
odedra l 2002: સૌરાષ્ટ્ર વિસ્તારની મહાનગરપાલિકા કર માળખું અને સામાજિક સેવાઓ નો અભ્યાસ” પી.એચ.ડી. મહાશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.