જલસા અવતાર- સફળ આત્મકથા
Abstract
પ્રસંગ ગમે તેટલો કડવો હોય પણ તેની યાદ હંમેશા મીઠી હોય છે સ્મૃતિઓમાં સચવાયેલ અતીતની યાદોનું સ્મરણ કરીને વર્તમાનને સુખી બનાવી શકાય છે અને તેમાંથી પણ આત્મકથા સર્જાય છે. આત્મકથા લખવા પાછળનો ઉદ્દેશ્ય પોતાના જીવનનાં કેટલાંક અનુભવો અને પ્રસંગોથી અન્ય લોકોને જીવન જીવવાનું બળ મળે, પ્રેરણા મળે તે હોય છે. મહાત્મા ગાંધીજીએ આ ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે ‘સત્યના પ્રયોગો’ લખ્યા છે.પોતાના સત્યના પ્રયોગો થકી બીજાના ને એવું જીવન જીવવાની પ્રેરણા મળે તે હેતુ સમાયેલ છે. કાકાસાહેબે લખ્યું છે કે “સો-પચાસ ઇતિહાસ અને ચરિત્રો વાંચવા કરતાં એક સાચું આત્મચરિત્ર વાંચવાથી આપણને વધારે બોધ મળે છે.”1
ક્યારેક પોતાના વિચારો, પોતાના નિર્ણયો અને જીવનમાં મૂલ્યો યોગ્ય અને ઉચિત છે તે યોગ્ય છે. એવું ઠસાવવા માટે પણ આત્મકથા લખાય છે.
Downloads
References
આત્મકથા સ્વરૂપ અને વિકાસ, ડૉ.અરૂણ જે.કક્કડ.
જલસા અવતાર, ચીનુ મોદી, નવી ચં.આવૃત્તિ-ર૦૧૬.
કલાવિમર્શ,ઓક્ટોબર-ર૦૧૭.
આત્મકથાના લક્ષણો, રસિલા કડિયા