ભારતીય ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ અને કોરોના વાઈરસ

ભારતીય ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ અને કોરોના વાઈરસ

Authors

  • Anjana S. Pilojpara

Abstract

પ્રસ્તુત સંશોધન પેપર મુખ્યત્વે ગૌણ માહિતી પર આધારિત છે, પરંતુ ભારતીય સંગઠિત ખાધે ઉત્પાદન ઉધોગ પર કોરોના વાઈરસને કારણે શું અસર થઈ ? ભવિષ્યમાં આ ઉદ્યોગ સમક્ષ કેવા પડકારો હશે ? આ ઉદ્યોગ સમક્ષ કઇ તકો સર્જાશે ? આ બાબતો માટે કેટલાક લોકોનો ટેલેફોનિક સંપર્ક કરીને કેટલીક માહિતી મેળવેલ છે. જેમાં કેટલાક ઉત્પાદકો, વિક્રેતાઓ અને ગ્રાહકો પણ સામેલ છે. ભારતમાં ફેલાયેલ COVID-19 રોગને કારણે ભારતીય સંગઠિત ખાધ ઉત્પાદન ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ શું છે ? આવનારો સમય આ ઉદ્યોગ માટે કેવો રહેશે ? વગેરે બાબતોની વિશેષ છણાવટ આ પેપરમાં કરેલ છે. 25 માર્ચ, 2020થી સમગ્ર ભારતમાં લોકડાઉનની ઘોષણા થઈ, જે 14 એપ્રિલ, 2020 સુધી 21 દિવસનું હતું. લોકડાઉનની સાથે જ મોટાભાગના ઉદ્યોગ પણ બંધ થયા. રેસ્ટોરાઓ, હોટેલો, સ્ટ્રીટ ફૂડ ઝોન, બેકરીઓ વગેરેને પણ તાળાં લાગી ગયા. ભારતના પેકેજ્ડ ઉદ્યોગને ભારે ફટકો વાગ્યો. આમ, ભારતીય ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ હાલ પુરતો બંધ થયો. મોટાભાગની ફેકટરીઓ બંધ થઇ ગઇ. સપ્લાય ચેન તૂટી પડી, વિતરણ સ્થગિત થયું. લોડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન આ ઉધોગ સંપૂર્ણ બંધ રહ્યો. વોકડાઉનના બીજા તબક્કા 15 એપ્રિલ, 2020થી 3 મે, 2020 દરમિયાન કેટલાક ઉદ્યોગોને શરતોને આધિન ફરી શરુ કરવાની પરવાનગી મળી. જેમાં ખાધ ઉત્પાદનોને આવશ્યક ચીજવસ્તુઓ ગણીને ખાધે ઉત્પાદન ઉદ્યોગને પણ 20 એપ્રિલ, 2020થી શરુ કરવાની છૂટ મળી. જોકે ભારતના કેટલાંક વિસ્તારોમાં જ અને એ પણ શરતી મંજુરી કે જ્યાં COVID-19 રોગની અસર ખૂબ ઓછી હોય ત્યાં જ. આ સંશોધન પેપરમાં ભારતીય સંગઠિત ખાધ ઉત્પાદન ઉદ્યોગ પર COVID-19 રોગ(કોરોના)ની અસરને બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.

1. COVID-19 રોગ(કોરોના)ના વીધે સંગઠિત ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગની વર્તમાન સ્થિતિ

2. COVID-19 રોગ(કોરોના)ના વીધે સંગઠિત ખાધ ઉત્પાદન ઉદ્યોગની ભવિષ્યની સ્થિતિ

Downloads

Download data is not yet available.

References

નવગુજરાત સમય, અમદાવાદ. 1 મે, 2020

www-outlookindia-com.cdn ampproject.org WA

www-thehindubusinessline-com.ampproject.org

www.foodnavigator-asia.com/Article/2020/03/24/COVID-19

www.mondaq.com

www.just-food.com

Additional Files

Published

10-05-2020

How to Cite

Anjana S. Pilojpara. (2020). ભારતીય ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ અને કોરોના વાઈરસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1358
Loading...