‘ઘર ફૂટે ઘર જાય’ હાસ્યલઘુનવલમાં સમાજિક નિસ્બત
Abstract
સાહિત્ય અને સમાજ વચ્ચે અવિનભાવી સંબંધ રહેલો છે. સાહિત્ય એ જીવતા જીવનનું પ્રતિબિંબ કહી શકાય. કોઈપણ સમયનું સાહિત્ય જે તે સમયના સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. સર્જક પણ સમાજનું જ એક અંગ હોવાથી સર્જક પોતાના સમાજજીવનના અનુભવોને શબ્દો વડે શણગારી સમાજ સમક્ષ મૂકે છે. સમાજમાંથી મેળવેલું સમાજને પાછું આપે છે. સર્જક જગદીશ ત્રિવેદીની આવી જ એક સામાજિક નિસ્બતવાળી હાસ્ય લઘુનવલને સામાજીકતાની દ્રષ્ટિએ તપાસવાનો અહી ઉપક્રમ છે.
ગુજરાતી સાહિત્યમાં વિવિધ સાહિત્યસ્વરૂપોમાં વિષય અને સ્વરૂપની દ્રષ્ટિએ નવલકથા ખૂબ જ અગત્યનો સાહિત્ય પ્રકાર છે. કારણકે વાચક માટે વિવિધ સ્તરે તેનું આકર્ષણ હમેંશા વધતું રહ્યું છે. તેથી આ સાહિત્ય પ્રકાર ઘણો લોકપ્રિય બન્યો છે. કદ અને પરિમાણની દ્રષ્ટિએ નવલકથાનાં ચાર પ્રકારો પડે છે: (1) મહાનવલ, (2) લઘુનવલ, (3) નવલકથા અને (4) બૃહદનવલ. અહી આપણે જગદીશ ત્રિવેદીની હાસ્ય લઘુનવલનો અભ્યાસ કરીશું.
Downloads
References
‘ઘર ફૂટે ઘર જાય’, જગદીશ ત્રિવેદી, પ્રવીણ પ્રકાશન, ૨૦૦૮.
‘જીવન અને સાહિત્ય ભાગ-૧’, રમણલાલ વ. દેસાઇ, આર. આર. શેઠ કંપની- અમદાવાદ, ૧૯૯૩.
‘સાહિત્ય અને સમાજ’, વિદ્યુત જોષી, પાર્શ્વ પબ્લિકેશન-અમદાવાદ, ૨૦૦૪.