કોરોના મહામારી ના લીધે સમાજ માં આવેલું મુલ્યાંગત પરિવર્તન
Abstract
વિશ્વ આજે કોવીડ 19 નામની વૈશ્વિક મહામારી સામે જંગ લડી રહ્યું છે. આ વૈશ્વિક મહામારી સમાજ આજે તેની લાડવા સામે રસી શોધવા તો બીજી તરફ વિશ્વ ના મહાનાયક ગણાતા એવા દેશો અમેરિકા અને ચીન એકબીજા પાર આરોપો ના ટોપલા ઠાલવી રહ્યા છે અતિઆધુનિક મેડિકલ સેવાઓ ધરાવતા ઇટલી બ્રિટેન ન્યૂયોર્ક માનવ લાશો ના ઢગલા ભેગા થયા છે તેના અંતિમ સંસ્કાર નો પણ મોટો પ્રશ્ન અહીંની વિક્સિત સરકાર સામે આવી ને ઉભો છે વિશ્વની આવી વિકસિતા અને ભૌતિકતા વાદ આખરે તે શું કામના?
જે માણસના સ્વસ્થ બચાવવા નિષ્ફળ રહે છે આજે માણસે મહામાનવ બની જે વિશ્વ ને પ્રદુષિત કર્યું છે આધુનિકતા તરફ આંધળી ડોટ અને શહેરી કરણ ના ગંદા વસવાટો "પૈસા જ સર્વત્ર " માનવી જ માણસાઈ છોડી ને જીવી રહ્યો હતો આવા સમયે કોરોના મહામારી વિશ્વ ને જેમ હચમચાવી ને રાખી દીધી છે એ સમયે સમાજ ના મૂલ્ય ગત સિદ્ધાંત સાદી જીવન શૈલી સમાજ ને ખુબજ ઉપયોગી આવી રહી છે.