ગુજરાતમાં બેરોજગારીનો એક અભ્યાસ
Keywords:
બેરોજગારી, વ્યક્તિઓ, વિકાસશીલ, બેરોજગાર વ્યક્તિઓ, પ્રકારો, બેરોજગારીદરAbstract
ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ છે, અને ભારત દેશ એ વિકાસશીલ દેશ છે. તેથી મોટા ભાગની વસ્તી કૃષિ આધારિત છે. અને ભારતમાં કૃષિ એ મોટા પ્રમાણમા વરશાદ પર આધારિત હોય છે, તેથી ભારતમાં મોટા ભાગે લોકોને બેરોજગાર રહેવું પડે છે. અને તેથી પણ ભારતમાં બેરોજગારીના પ્રશ્નો સર્જાય છે.
ભારતની અનેક આર્થિક સમસ્યાઓ જેવી કે આવકની અસમાનતા, વસ્તી વધારો, ફુગાવો, પ્રદૂષણ તેમજ વધતી જતી બેરોજગારી પણ એક ગંભીર સમસ્યા છે. આયોજનના આટલા બધા વર્ષો પછી પણ વિકાસની સાથે રોજગારીની તકોમાં ઓછી વૃદ્ધિ થાય છે. જેના પરિણામે રોજગારી માંગનારાઓની સંખ્યા સતત વધતી ગઈ છે. ભારતમાં પ્રત્યેક યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા સતત વધતી ગઈ છે. બેરોજગારીનો પ્રશ્ન સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવવાની તકોના અભાવનો નિર્દેશ કરે છે. બેરોજગારીની સમસ્યા આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ નવ નિય યોગ્ય નથી. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે નિઃસહાય બને છે. અને માનવશ્રમનો બગાડ થાય છે. તેમજ બેરોજગાર વ્યક્તિ સમાજમાં સ્વમાનપૂર્વક, સ્વાસ્થયપૂર્ણ જીવન જીવી શકતો નથી. તેના પરિણામે વ્યક્તિનું મન છિન્ન ભિન્ન થઈ સમાજની તરફ ધિક્કારની લાગણીથી જીવે છે. અને વ્યક્તિનો જીવન પ્રત્યેનો ઉત્સાહ ઘટી જાય છે. આમ, કાર્ય કરવાની તત્પરતા અને લાયકાત હોવા છતાં કામ ન મળે ત્યારે માનવીને અપમાનિત તથા હડધૂત થયા કરવું પડે છે. ઘણીવાર ન આવી બેરોજગાર વ્યક્તિઓ અસામાજિક પ્રવૃત્તિના વાદે ચડી જાય છે. આમ, ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા નથી, પરંતુ બેરોજગારીની સમસ્યા એ સામાજિક, નૈતિક અને રાજકીય સમસ્યા સર્જીને સમાજમાં અશાંતિ ઉત્પન્ન કરે છે.
Downloads
References
શ્રમનું અર્થશાસ્ત્ર, એમ. એ. પોપ્યુલર પ્રકાશન, સુરત.
સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર-૨ બી. એ. સી. જમનાદાસની કંપની.
Graduates Unemployment- A Case of Jalgaon City, IOSR Journal of Business and Management (IOSR-JBM)
Ms. Richa Modiyani. Mr. Rakesh Gagade, Ms. Rimzim Menghwani (2015)
વેબસાઇટ
શ્રમ અને રોજગાર મંત્રાલય ગુજરાત સરકાર,
WWW.ILO UNEMPLOYMENT REPORT.COM
WWW.NSSO UNEMPOYMENT REPORT.COM