લોકવાર્તાના સંપાદક - પુષ્કર ચંદરવાકરવ
Abstract
ગુજરાતી લોક સાહિત્યમાં પ્રાચીનકાળથી લોકવાર્તા' શબ્દ રૂઢ થઈ ગયો છે. કેટલાક વિધ્વાનો લોકકથા અને લોકવાર્તા શબ્દને એક જ માનીને ચાલે છે. પરંતુ વાસ્તવમાં આ બંને શબ્દોમાં મહદઅંશે ધણી ભિન્નતા રહેલી છે. લોકકથા અને લોકવાર્તા બંને સ્વરૂપે એકબીજા કરતાં ઘણાં જુદા પડે છે. પરંતુ અહીં વાત ‘લોકવાર્તા' ની કરવાની હોવાથી તેની વધુ ચર્ચા ન કરતા સીધા જ લોકવાર્તા સ્વરૂપને જોવામાં આવશે. પુષ્કર ચંદરવાકર પણ લોકકથા' કરતા લોકવાર્તા' શબ્દને વધુ મહત્વ આપે છે. લોકવાર્તાનું સ્વરૂપ ટૂંકીવાર્તાનાં સ્વરૂપ કરતા લોકવાર્તા' શબ્દને વધુ મહત્વ આપે છે. લોકવાર્તાનું સ્વરૂપ ટૂંકીવાર્તાનાં સ્વરૂપ કરતા ધણું ભિન્ન છે. એથી જ શ્રી પુષ્કર ચંદરવાકરે પોતાના એક વ્યાખ્યાનમાં નોંધ્યું છે કે, “ટૂંકીવાર્તા તે લોકવાર્તા નથી. હા લોકવાર્તા ટૂંકીવાર્તા બની શકે, તે ટૂંકીવાર્તાની ગોદમાં સમાઈ પણ જાય, પણ ટૂંકીવાર્તા તે લોકવાર્તા નથી જ. આથી જ બંને સાહિત્ય સ્વરૂપો વચ્ચે તેના સ્વરૂપ-આકાર, વળોટ અને શિલ્પ વિધાન ઇત્યાદિ પરત્વે મૂળભૂત ભેદો છે.”
Downloads
References
(૧) ‘ઉત્તર ગુજરાતની લોકકથાઓ', સં. પુષ્કર ચંદરવાકર, પ્રકાશકઃ અસાઈત સાહિત્ય સભા, બ્રાહ્મણ શેરી, ઊંઝા. પ્રથમ આવૃત્તિ આવૃત્તિ ૧૯૯૩ પૃ. ૮
(૨) શ્રેયાર્થી દાદા સાહેબ માળવંકર, પુષ્કર ચંદરવાકર, પ્રકાશકઃ હેરલ્ડ લેસ્કી ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિટીકલ સાયન્સ, અમદાવાદ. આવૃત્તિ, ૧૯૮૪. પૃ. ૪ર
(3) લોક સાહિત્યઃ એક અભ્યાસ, ડૉ. કુમુદ પરીખ, પ્રકાશકઃ ડૉ. કુમુદ પરીખ, ૨૧ ભગવતી નગર, પ્રભારોડ, ગોધરા. પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮. પૃ. ૧૯,૨૦
(૪) પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર પ્રકાશકઃ સૃષ્ટિ પ્રકાશન કોલેજ રોડ, ભાવનગર. આવૃત્તિ ૧૯૭૦. પૃ. ૫
(૫) ઓલ્યા કાંઠાના અમે પંખીડા', સં. પુષ્કર ચંદરવાકર, પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્રથમ આવૃત્તિ આવૃત્તિ ૧૯૮૪ પૃ. ૬
(૬) લોક ગુર્જરી, વાર્ષિક અંક-૧૨, સં. જસવંત શેખડીવાળા અને હસુ યાજ્ઞિક, પ્રકાશનઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. વર્ષઃ ૧૯૮૮ પૃ. ૯૫
(૭) રાસમાળા, ભાગ-૨, સં. દિ.બ. રણછોડભાઇ ઉદયરામ, પ્રકાશકઃ ફાર્બસ ગુજરાતી સભા, પ્રથમ આવૃત્તિઃ ૧૮૬૯, પૃ. ૩૫૫