સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8નાં વિદ્યાર્થીઓની મુખ વાંચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાંચન ઝડપનું માપન
Abstract
પ્રસ્તુત અભ્યાસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓની મુખ વાચન ઝડપ અને અર્થગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન કરવા માટે મુખ વાચન ઝડપ ઉપકરણ અને અર્થગ્રહણ માટેના ઉપકરણ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હતી.જેના દ્વારા વિદ્યાર્થીઓની અર્થગ્રહણ સહિતની વાચન ઝડપ, આગળના ધોરણની પરીક્ષાના ગ્રેડના સંદર્ભમાં મુખ્ય વાંચન ઝડપ અને અર્થગ્રહણ - સહિતની વાંચન ઝડપ, જાતીયતાનાં આધારે મુખવાંચનની ઝડપ તથા અર્થગ્રહણ સહિતની વાંચન ઝડપ, વાચકશ્રેણીનો જુદા જુદા સ્તરના સંદર્ભમાં પ્રાથમિક અને ઉચ્ચપ્રાથમિક વિદ્યાર્થીઓની વાંચન ઝડપ તથા અર્થગ્રહણ સહિતની વાંચન ઝઘ વચ્ચે ની અસર તપાસવામાં આવી હતી. પ્રાપ્ત માહિતીનું સંશોધનના હેતુને ધ્યાને લઇ ટકા, સરેરાસ, પ્રમાણ વિચલન અને મૂલ્યની ગણતરી કરવામાં આવી હતી. પ્રાપ્ત પરિણામો આ પ્રમાણે હતા (1)ધોરણ 6 થી 8 નાં વિધાર્થીની મુખ વાંચન ઝડપની સરાસરી 66 શબ્દ પ્રતી મિનીટ જોવા મળી હતી (2)ધોરણ 1 થી 5 ના વિધાર્થીની સરેરાશ અર્થગ્રહણ સાથેની વાંચન ઝડપ 18 શબ્દ પ્રતિ મિનીટ જોવા મળી હતી.જ્યારે ધોરણ 6 થી 8 નાં વિધાર્થીની અર્થગ્રહણ સાથેની વાંચન ઝડપની સરાસરી 23 શબ્દ પ્રતી મિનીટ જોવા મળી હતી. (૩)ધોરણ ૩ થી 5 ના કુમાર વિદ્યાર્થીની વાચન ઝડપ વધારે હતી. જ્યારે કન્યાઓની અર્થગ્રહણ સહિતની વાચન ઝડપ વધારે હતી.(4)ધોરણ ૬ થી ૮ ની કન્યાઓની વાચન ઝડપ કુમાર કરતા વધારે હતી(5)આગળના ધોરણમાં ઉંચો ગ્રેડ હશે તેની વાચન ઝડપ વધારે હશે જ્યારે અર્થગ્રહણ સંદર્ભે કોઈ અનુમાન કરી શકાશે નહિ (6) ધોરણ ૩ થી ૫ માં વધારે વિદ્યાર્થી વાક્ય વાચક હતા જ્યારે ધોરણ ૬ થી ૮માં ધોરણ ૮ માં વાક્ય વાયક વિધાર્થીઓ વધારે હતા.(7)વિધાર્થીની મુખ વાંયન ઝડપ પરથી વિધાર્થીની અર્થગ્રહણ સાથેની વાંચન ઝડપ વિષે અનુમાન કરી શકાય નહિ.
Downloads
References
ઉચાટ દિનેશચંદ્ર એ (2૦૦૦),સંશોધન દર્શન, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી
....(૨૦૦૦)સંશોધનની વિશિષ્ટ પદ્ધતિઓ રાજકોટ 'શાંત, ૩ ટાગોર નગર
પટેલ આર.એસ,(2003) સંશોધનની પાયાની સંકલ્પનાઓ, અમદાવાદ જય પબ્લીકેશન
શાહ, દીપિકા બી., (2012) શૈક્ષણિક સંશોધન સાર સંગ્રહ, પ્રમુખ પ્રકાશન
શાહ, દીપિકા બી. (2004) શૈક્ષણિક સંશોધન, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ