પ્રાથમિક શાળાકક્ષાએ સમાજવિદ્યા વિષયનાં અધ્યાપન માટે શ્રાવ્ય–સામગ્રીનું નિર્માણ અને તેની અસરકારકતા
Abstract
પ્રસ્તુત અભ્યાસનો ઉદ્દેશ ઓડિયો પ્લેટોરિયલ સ્વરૂપ શ્રાવ્ય સામગ્રી કાર્યક્રમની સંરચના અને તેના દ્વારા થતાં અઘ્યાપન કાર્યની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર થતી અસર ચકાસવાનો હતો. પ્રયોજકે તે માટે સમાજવિદ્યા વિષયમાં ધોરણ-૫ માં 'સિકંદર અને પુરુ' ધોરણ– માં 'ગ્રાહક-સુરક્ષા' એ બે પ્રકરણોના અધ્યાપન માટે ઓડિયો પ્લેટોરિયલ શ્રાવ્ય શિક્ષણ કાર્યક્રમની રચના કરી હતી. શૈક્ષણિક સિદ્ધિના માપન માટે શિક્ષક રચિત બે ઉત્તર સોટી એનું નિર્માણ કર્યું હતું.
ઓડિયો પ્યુટોરિયલ શ્રાવ્ય સામગ્રીની સંરચના કર્યા બાદ પ્રસ્તુત અભ્યાસમાં પ્રયોગની અજમાયશ રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૫, ૬ ના વિદ્યાર્થીઓના બેબે જૂથો પર કરવામાં આવી હતી. બે જૂથ પૈકી એક જૂથ પ્રાયોગિક જૂથ હતું. જયારે બીજું નિયંત્રિત જૂથ હતું. પ્રાયોગિક જૂથને શ્રાવ્ય અઘ્યાપન સામગ્રીનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જયારે નિયંત્રિત જૂચને પરંપરાગત પદ્ધતિથી અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આમ કુલ ચાર પ્રયોગ કરવામાં આવ્યા હતા. બે જૂથ યાદચ્છિક પાત્રો માત્ર ઉત્તર કસોટી યોજના અંતર્ગત પ્રયોગ પાચ ધયો હતો.
પ્રયોગકાર્યને અંતે બન્ને જૂથના વિદ્યાર્થીઓને શિક્ષક રચિત ઉત્તર કસોટી આપવામાં આવી હતી. પાત્રોએ મેળવેલ ઉત્તર–કસોટી પરનાં ગુણોની સરાસરી, પ્રમાણ વિચલન અને ટી–મુલ્ય શોધવામાં આવ્યા હતા. તેમજ પ્રયોગની પ્રાપ્ત માહિતીના આધારે અંકશાસ્ત્રીય પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.
Downloads
References
પુસ્તકો
ઉચાટ, ડી.એ., જોષી, એચ.ઓ., દોંગા, એન.એસ. અને અનિલ અંબાસણા સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો? રાજકોટ: નિજ઼િન સાયકો, ૧૯૯૪.
ઉચાટ, દિનેશચંદ્ર એ., સંશોધનનું સંદોહન, રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૧૯૮૮, ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ, ધોરણ-૫ નું સમાજવિદ્યાનું પાઠ્યપુસ્તક, ગાંધીનગર. પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭
ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળ, ધોરણ-૬ નું સમાજવિદ્યાનું પાઠ્યપુસ્તક, ગાંધીનગર. પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭
અપ્રકાશિત સાહિત્ય
ભારચતી, યુ.બી., ઓડિયો ટયુટોરીયલ કાર્યક્રમની સંરચના અને અસરકારકતા, રાજકોટ : અપ્રકાશિત એમ.એડ્., લઘુશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૧૯૯૮.