આઠમાં ધોરણનાં વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની શૈક્ષણિક સિદ્ધિ
Abstract
પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ આઠમાં ધોરણના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતાની અસર તપાસવાનો હતો. પ્રસ્તુત સંશોધનનું ક્ષેત્ર ભાષા શિક્ષણ અને પ્રકાર વ્યવહારિક સંશોધન તથા સંખ્યાત્મક હતો. વ્યાપવિશ્વ તરીકે રાજકોટ શહેરના આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સહેતુક નમૂના પસંદગી દ્વારા ૩૯૧નો નમૂનો પસંલ કરેલ હતો. શૈક્ષણિક સિદ્ધિના માપન માટે ઉપકરણ તરીકે શિક્ષક રચિત કસોટીનો ઉપયોગ કર્યો હતો. પતિ વર્ણનાત્મક પદ્ધતિ અંતર્ગત સર્વેક્ષણ પ્રકારની હતી. ઉપકરણની મદદથી વિદ્યાર્થીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. માહિતી પર ટી—ટેસ્ટનો ઉપયોગ કરી તારણો મેળવવામાં આવ્યા હતા. અભ્યાસને અંતે જોવા મળ્યું હતું કે, આઠમાં ધોરણના કુમારો કરતા કન્યાઓનીગુજરાતી વિષયની શૈક્ષણિક સિદ્ધિ ઊંચી મળી હતી.
Downloads
References
ઉંચાટ, ડી.એ. (૨૦૧૨). શિયા અને સાષાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પતિશાસ્ત્ર, (દ્વિતીય આવૃત્તિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધનનું સંદોહન, રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,
ઉચાટ, ડી.એ. અને અન્ય (૧૯૮૯-૨૦૦૬). સંશોધનોનો સારાંશ, રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી શીતે કરશો ? રાજકોટ : : નિજ્જિન સાયકો સેન્ટર,
દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કુ. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માલ્ર બોર્ડ, ગુજરાત રાજ્ય.
દોંગા, એન. એસ. (૨૦૧૨). અધ્યાયન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માધ બોર્ડ, ગુજરાત રાજ્ય.