બાળપણ
Abstract
પ્રકૃતિ પરિવેશની પોતાની ચેતના પર પડતી અસરો અને આ અસરોને કારણે ગોઠવેલા સંવેદનોને શબ્દ સ્થળ શબ્દાર્થ કરવાનું વલણ ડૉ. સુરેશ જોશીના નિબંધોનું મહત્વનું અને અનિવાર્ય અંગ છે. સુરેશ જોશીની નિબંધ સૃષ્ટિના કેન્દ્રમાં હંમેશા પ્રકૃતિ રહી છે. પ્રકૃતિ સાથે સર્જકનો નાભિનાળ સંબંધ છે સાથે પ્રકૃતિના બારણેથી એ જીવનને નિરખે છે. એમણે જિંદગીની શરૂઆતના ચૌદ વર્ષ પ્રકૃતિના ખોળામાં જ પસાર કર્યા છે આરણ્યાચ્છાદિત પ્રદેશમાં જ તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું છે.આથી તેમના નિબંધો માં વારંવાર નજર ચડે તે એ શૈશવ અને પ્રકૃતિનું આલેખન. આ શૈશવ અને પ્રકૃતિ તો નિબંધકાર સુરેશ જોશીની નોળવેલ છે. સર્જક પોતાના ગામ કિલ્લામાં શું હતું? તેનો ઉલ્લેખ પણ કરે તે આ ગામ જિલ્લામાં જે જે હતું ત્યાં ત્યાં સર્જક પોતાનું બાળપણ વિતાવ્યું અને એ બાળપણની બધી સ્મૃતિઓ સર્જક ખૂબ જ વેદનાભાવથી યાદ કરે છે. કારણ કે બાળપણના આ બધા દિવસો ફક્ત સ્મૃતિરૂપે તેમના ચિત્તમાં સંચિત થયેલા છે. આથી આ બધી સ્મૃતિઓને યાદ કરવા સિવાય સર્જક પાસે બીજો કોઈ વિકલ્પ નથી. શૈશવની મુગ્ધતા અને વિસ્મય નિબંધકારમાં જાણે એવા ને એવા છે, અને સર્જકે આ સ્મરેલા શૈશવનો બોધ આપણને તેમના નિબંધો દ્વારા કરાવે છે સર્જકએ નિબંધવાચકને એના પોતાના શૈશવની દુનિયામાં એકદમ લઈ જાય છે.
Downloads
References
ડૉ. સુરેશ જોશી, ‘જનાન્તિકે’,
પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ-૧
એજન - પૃષ્ઠ - ૪
સુરેશ જોશી, ‘પ્રથમ પુરુષ એકવચન’,
ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ - ૧
પૃષ્ઠ - ૧૬