દસમાં ધોરણના વિદ્યાર્થીઓમાં કલાપરખ
Abstract
શાળા એ સમાજનું અંગ છે. દેશના ભાવિ નાગરિકોનો મહત્ત્વનો વિકાસ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં થાય છે. પ્રસ્તુત અભ્યાસમાં અંબાસણા રચિત કલાપરખ કસોટીનો ઉપયોગ કરીને માધ્યમિક શાળાના દસમાં ધોરણના વિદ્યાર્થીઓ (કુમાર-કન્યાઓ)ની જાતીયતા પર અસર જાણવામાં આવી હતી. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ૫૦ ગુણની અને ૫૦ ચિત્રોની જોડવાળી પ્રમાણિત કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કલાપરખના માપન માટે પરીક્ષાના ગુણને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. યોગ્ય અંકશાસ્ત્રીય પ્રયુક્તિ વડે માહિતી પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત પરિણામો આ પ્રમાણે હતા. (૧)દસમાં ધોરણના વિદ્યાર્થીઓમાં કુમારો અને કન્યાઓની કલાપરખ વચ્ચે સાર્થક તફાવત જોવા મળ્યો ન હતો.
Downloads
References
ઉંચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
.....(૧૯૮૮). સંશોધનનું સંદોહન. રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
.....(૧૯૮૯-૨૦૦૬). સંશોધનોનો સારાંશ. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
.....(૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજ઼િન સાયકો સેન્ટર.
દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કુ. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
દોંગા, એન. એસ. (૨૦૧૨). અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.