બી.એડ. કોલેજના પ્રશિક્ષણાર્થીઓનું શિક્ષણના ખાનગીકરણ પ્રત્યેનું મનોવલણ
Abstract
શિક્ષણ એ આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં કોઈપણ દેશ, સમાજ કે વ્યક્તિના વિકાસ માટેની પાયાની અને આગવી જરૂરિયાત છે. સરકારની બીજી જવાબદારીઓના બોજના કારણે શિક્ષણમાં ખાનગીકરણની મંજૂરી અને ખાનગીકરણના પરિણામે ગુણવત્તા, ફીનું ધોરણ, સંચાલન અને જરૂરિયાતના સંદર્ભમાં ખાનગીકરણ પ્રત્યે બી.એડ્. કોલેજના પ્રશિક્ષણાર્થીઓનું વલણ માપવા માટે વલણ માપદંડનો ઉપકરણ તરીકે ઉપયોગ (પ્રયોગ) કરી ૩૧૮ નમૂનાના પાત્રો પાસેથી માહિતી એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન ટી–કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત અભ્યાસના તારણો આ મુજબ હતા. કુમારો કરતા કન્યાઓનું ખાનગીકરણ પ્રત્યેનું ઊંચુ મનોવલણ જોવા મળેલ હતું.
Downloads
References
ઉચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
.........(૧૯૮૮). સંશોધનનું સંદોહન. રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
..........(૧૯૮૯-૨૦૦૬). સંશોધનોનો સારાંશ. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
.........(૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો? રાજકોટ : નિજ્જિન સાયકો સેન્ટર.
પારેખ, બી. યુ. અને ત્રિવેદી, એમ. ડી. (૧૯૯૪). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર (ચતુર્થ આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.