દિગમ્બરત્વમ્: જૈનમુનિની કઠોર સાધના
Abstract
સંસ્કૃત સુભાષિતમાં વસ્ટાનો મહિમા બતાવ્યો છે. આ સુભાષિતમાં છેલ્લું ચરણ ખૂબ વિચારણીય છે.૧
किं वाससा तत्र विचारणीयं
वासः प्रधानं श्रलु योग्यतायाः ।
पितांम्बर वीक्ष्य ददौ स्वकन्या
चर्माम्बरं वीक्ष्य विषं समुद्रः ॥
ચામડાના વસ્ત્રો અર્થાત્ નગ્ન એવા શિવને સમુદ્રએ ઝેર આપ્યું. વિષ્ણુને લક્ષ્મી આપી. અહીં દિગમ્બર ધારણ કરતા શિવ ઝેર પીને પણ દેવ-દાનવ, માનવ સર્વેનું કલ્યાણ કરે છે, એવો અર્થ છે. સદા સાધનામાં લીન એવા શિવને, ઝેર, અમૃત, મોહ, માયા બધું સમાન લાગે છે. જગતના વિકારો, દુઃખો પ્રત્યે તેમને નથી નફરત અને લક્ષ્મી કે ચૌદ રત્નો પ્રત્યે નથી તેને આસક્તિ આથી જ કરસનદાસ માણેગની આ પ્રાર્થનાીતની પંક્તિ દિગમ્બરત્વ સાધુ માટે ઉચિત છે.
ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના થાજો,
મારું જીવન અંજલિ થાજો.
આવા, समत्व योग उच्चते। ની સ્થિતિએ પહોંચેલા દિગમ્બર પુરુષો જ કાર્યને સાધી આપનારા સાચા સાધકો છે. લોકો ભલે તેની નગ્નતાની ટીકા કરે પરંતુ તેઓ જગત કલ્યાણ માટે જ જન્મ્યા હોય છે. પ્રસ્તુત શોધપત્રમાં જૈનદર્શનમાં દિગમ્બરત્વ એક સાધના વિષે ટૂંકમાં વિચાર કરેલ છે.
आचारो परमो धर्मः।’ જૈન દર્શનવિચાર અને આચારની એકરુપતામાં માને છે અને આચારને જ શ્રેષ્ઠ માને છે. આચરણનાં ક્ષેત્રમાં અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતો પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તીર્થંકરોમાં જે અહિંસા અને અપરિગ્રહ અર્થાત્ ત્યાગની ભાવના હતી તે જ તેમના આચારમાં દેખાય છે. આવા મુનિઓએ પોતાના આચારધર્મને મુખ્યત્વે બે વિભાગોમાં વિભક્ત ર્યાં છે. મુનિ અવસ્થા અને ગૃહસ્થ અવસ્થા દિગમ્બર જૈનસાધુ આવા મુનિધર્મના માર્ગને પ્રશસ્ત કરે છે. વર્તમાન સમયમાં વિચરતા દિગંબર પણ આજ પથના પથિક છે.
Downloads
References
१. सुभाषितरत्न भांडागार - जी आवृत्ति, पृष्ठ ३२, ४-८८३, प्राशन सस्तु साहित्य वर्धक अर्यालय, ભદ્ર પાસે, અમદાવાદ, ૧૯૬૫
કરશનદાસ માણેક, પ્રાર્થનાવી, જીવનઅંજલિ થાજો.
શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય -૨ શ્ર્લોક -૪૮
સુક્તિમંજુષા- પ્રકાશન -એજન -૧
આદિપુરાણ- પ્રકાશન -એજન -૧
ઋગ્વેદ, મંડણ -૧૦-૨-૯૩૬૨
યજુર્વેદ અધ્યાય- ૯/૧૪
ભર્તૃહરિ, વૈરાગ્યશતક – સરસ્વતી પ્રકાશન- અમદાવાદ
શંકરાચાર્ય, વિવેક ચૂડામણિ
યશાસ્તિલક ચમ્મૂ– જૈનદર્શનના ચમ્પૂ કાવ્યો.
પદ્મપુરાણ – ૧૩–૩૩, એજન-૧
વિષ્ણુપુરાણ – પ્રકાશન – એજન–૧
શિવપુરાણ–પ્રકાશન- એજન-૧
ચામુંડરાય રચિત ચારિત્ર સાગર– જૈન તત્ત્વગ્રંથ
એજન–૩, અધ્યાય-૧૬, શ્લોક-૨
એજન -૩, અધ્યાય -૧૭, શ્ર્લોક -૨
પ્રાર્થનાપ્રીતિ – આત્મષટ્ક, પૃષ્ઠ-૧, સદ્વિચારદર્શન ટ્રસ્ટ-મુંબઈ
સંસ્કૃતિ સંરક્ષણ સંસ્થાન, મુદ્રક- અનુપમ પિન્ટર્સ, પ્રત–૧૦૦૦૦, વર્ષ–૨૦૧૨