તરુણોના શૈક્ષણિક મનોભર: એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ
Abstract
પ્રસ્તુત અભ્યાસ એ સંશોધકની ઘણી બધી મહેનત અને અથાગ પરિશ્રમથી મળેલું પરિણામ છે. પોતાના સંશોધન દરમિયાન રોજબરોજ બનતા બનાવોનું નિરીક્ષણ તેમજ સતત વાંચન ચાલુ રાખ્યું અને તરુણોના શૈક્ષણિક મનોભાર વિશેની માહિતી મેળવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વિવિધ વ્યક્તિગત પરિવત્યોં જેવા કે તરુણોનું રહેઠાણ, ધોરણ, જાતિ, શિક્ષણ, માતા-પિતાનું શિક્ષણ વગેરેનું તરુણોના શૈક્ષણિક મનોભાર પર શી અસર પડે છે ? તે જાણવા પ્રસ્તુત સંશોધન કરવાનું સશાધકને યોગ્ય લાગ્યું જેમાં પસંદ કરેલ વિષય આ પ્રમાણે છે.
‘તરુણોના શૈક્ષણિક મનોભારની અસર : એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ'
ઉપરોકત અભ્યાસ માટે રાજકોટ વિસ્તારમાં ધોરણ-૧૦, ૧૧ અને ૧૨માં અભ્યાસ કરતા કુલ ૯૬૦ તરુણ-તરુણીનો નિદર્શ તરીકે યાદચ્છિક રીતે પસંદ કરાયેલ હતા. તેમાં નીચે મુજબ સાધનને ઉપયોગ કરવમાં આવ્યો હતો. (૧) વ્યક્તિગત માહિતી પત્રક, (૨) શૈક્ષણિક મનોભાર પ્રશ્નાવલિ. હેતુ ધ્યાને લઈ અધ્યયનની ઉત્કલ્પના રચવામાં આવી. પ્રાપ્ત માહિતીનું ગુણાંકન બાદ ટી અને સહસંબંધ શોધી પરિણામનું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
Downloads
References
ઉચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધનનું સંદોહન. રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ: નિજિન સાયકો સેન્ટર.
દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કુ. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી. આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
દોંગા, એન. એસ. (૨૦૧૨). અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
કસંડરીયા, એચ. વી. (૨૦૦૮). તરુણોના શૈક્ષણિક મનોભાર અને સમાયોજનની અસર એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ, મહાશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.