પ્રાથમિક શાળાના શિક્ષકોના કાર્યમૂલ્યનો અભ્યાસ
Abstract
પ્રસ્તુત અભ્યાસમાં પ્રાથમિક શાળાના શિક્ષકોના કાર્યમૂલ્યો જાણવા કાર્યમૂલ્ય સંશોધનિકા અને કાર્યમૂલ્ય માપદંડની રચના કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા (પુરૂષ અને સ્ત્રી) શિક્ષકોની કાર્ય-મૂલ્ય પર અસર તપાસવામાં આવી હતી. કાર્યમૂલ્યોમાં ૧૩ કાર્યમૂલ્યોની પસંદગી કરવામાં આવી હતી. નમૂનામાં ૩૩૦ પુરૂષો અને ૩૭૦ સ્ત્રી શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરાસરી, પ્રમાણ વિચલન અને ટી-મૂલ્ય દ્વારા માહિતીનું પૃથક્કરણ કરવમાં આવ્યું હતું જે ૦.૦૧ અને ૦.૦૫ કક્ષાએ સાર્થક હતું. પ્રાપ્ત તારણો આ પ્રમાણે હતા : (૧) પ્રાથમિક શાળાના પુરૂષ અને સ્ત્રી શિક્ષકોની કાર્યમલ્યોની પસંદગીમાં સ્ત્રી શિક્ષકો પુરૂષ શિક્ષકો કરતા સામાજિક, ફરજ, આકર્ષક લાભ, બોજા વગરનું કાર્ય અને રાષ્ટ્રસેવા કાર્યમૂલ્યને વધારે પસંદ કરતા હતા. (૨) પ્રાથમિક શાળાના પુરૂષ અને સ્ત્રી શિક્ષકોની કાર્યમૂલ્યોની પસંદગીમાં પુરૂષ શિક્ષક –સ્ત્રી શિક્ષકો કરતા જૂથચર્ચા કાર્યમૂલ્યને વધારે પસંદ કરતા હતા.
Downloads
References
ઉચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધનનું સંદોહન. રાજકોટ: શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજિજન સાયક્રો સેન્ટર.
દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કુ. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આવૃત્તિ).
અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
દોંગા, એન. એસ. (૨૦૧૨). અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય,
ભટ્ટી, ઝેડ. ડી. (૨૦૦૯). પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોના કાર્યમૂલ્યોનો અભ્યાસ, અપ્રકાશિત મહાશોધ નિંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.