કોવીડ – ૧૯ ની અસરોમાંથી શિખવા જેવા બોધપાઠો
Abstract
માનવ ઇતિહાસમાં નજર કરીએ તો વિવિધ પ્રકારની મહામારીઓ ભૂતકાળમાં આવેલી હતી અને લાખો લોકોએ તેના જીવ ગુમાવેલા છેલ્લી સદીમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, મેડિકલ સાયન્સમાં ભારે બદલાવ આવ્યો છે. ભૂતકાળમાં નાના બાળકો શીતળા, ઓરી, અછબડા, કોલેરા, મેલેરીયા, ટાઇફોડ જેવા રોગોનો ભોગ બનતા અને દર ૧૦ બાળકોમાંથી ૩-૪ બાળકો બચીને મોટા થતા. આ ચિત્ર હવે સાવ બદલાયેલુ છે. મોટાભાગના રોગો માટે વેક્સીન (સી) શોધાતા કરોડો લોકોના જીવન બચી ગયા છે. તેવીજ રીતે દવાઓ અને સર્જરીનો અસરકારક રીતે વિકાસ થયો છે. અસાધ્ય રોગોને પણ વિજ્ઞાનને કારણે મહાત કરી શકાયા છે.
આમ છતાં, કેટલાક સમય દરમ્યાન વિવિધ પ્રકારના ભયાનક વાઇરસ ફેલાતા રહ્યા છે અને હજારો લોકો તેનો ભોગ પણ બન્યા છે. આધુનિક વિજ્ઞાન, સર્જરી, ટેક્નોલોજી તેનો સામનો કરવા મોટાભાગે સક્ષમ હોય છે. વર્ષ ૨૦૧૯ ના અંતમાં ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસ ફેલાયો અને હજારો લોકો તેનો ભોગ બન્યા. કોરોના વાઇરસને એક વૈશ્વિક મહામારી ગણવામા આવી.