ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના તેમના શિક્ષકોના અધ્યાપન વ્યવહાર વિષયક પ્રત્યક્ષીકરણો
Abstract
પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના તેમના શિક્ષકોના અધ્યાપન વ્યવહાર વિષયક પ્રત્યક્ષીકરણો જાણવાનો હતો. નમુના તરીકે રાજકોટ જિલ્લાની સરકારી, અર્ધસરકારી અને સ્વનિર્ભર શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે માટે તૈયાર ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને અભિપ્રાયવલી દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી. શતમાન પદ્ધતિ દ્વારા માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેના તારણો મુજબ કુમાર વિદ્યાર્થીઓ કરતા કન્યા વિદ્યાર્થીઓના અધ્યાપન વ્યવહાર વિષયક પ્રત્યક્ષીકરણ ઊંચા હતા. ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના તેમના શિક્ષકોના અધ્યાપન વ્યવહાર વિષયક પ્રત્યક્ષીકરણો સમાન ન હતા. સ્વનિર્ભર ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકોના અધ્યાપન વ્યવહાર અંગે વધુ ઝોક ધરાવતા હતા.
Downloads
References
ઉંચાટ, ડી. એ. (૨૦૧૨) શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, (દ્વિતિય આવૃતિ) VIDHYAYANA
મોલિયા, એમ. એસ.(૨૦૦૦) શૈક્ષણિક સંશોધન ક્ષેત્રો, રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
શાહ, દીપીકા બી. (૨૦૦૪) શૈક્ષણિક સંશોધન, અમદાવાદ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.