'વમળ' નવલકથામાં નિરૂપિત મનોસંવેદન
Abstract
સાહિત્યના સ્વરૂપોમા ગુજરાતી સાહિત્યમા નવલકથાનું ફલક વિરાટ અને વિશિષ્ટ છે. નવલકથા સર્જક અને વાચકના મનોજગતને જોડતા તંતુ સમાન બની રહે છે. પરંપરાગત માળખામા રહીને કે તેનાથી પર જઈને પણ કયારેક સર્જક નવલક્થાનુ સર્જન કરે છે. આવી જ એક નવલકથા નારીના મનોજગતની દ્વિધાઓને જાગૃત કરે છે. 'વમળ' નવલકથાના સર્જક ઘીબહેન પટેલ અહીં નાયિકાના વમળયુકત મનની સ્થિતિને દર્શાવી છે. એક જ જન્મમા બીજા જન્મની વાત સાથે જીવતી નાયિકાના મોસવેદનો અહી નિરૂપાયા છે. નવલકથાના કઘાનકને સમાન અહીં હિન્દી ફિલ્મ ભૂલભૂલૈયા પણ સમાન કથાનક હોવાને લીધે નોધનીય બને છે. સર્જક ધીરુબહેન પટેલની આ ત્રીજી નવલકથા 'વમળ' જે ઈ.સ. ૧૯૭૯ મા પ્રગટ થયેલી અને 'વમળ' શીર્ષક હેઠળ ૧૯૭૪ માં 'ગુજરાત મિત્ર' વર્તમાનપત્રમા ધારાવહી રૂપે પ્રસિદ્ધ થયેલી. નવલકથા ૨૫ પ્રકરણ અને ૭૧૨ પૃષ્ઠ ધરાવતી વર્તમાનકાળ ચક્રમા પ્રવાહિત થાય છે. તો વળી, સાથે પૂર્વજન્મની વાત જીવાતા વર્તમાન જીવનમા વા૨વા૨ આભાસી ચિત્ર રજુ કરી જાય છે, જે નાયિકાના મનમા વમળની સ્થિતિ પેદા કરે છે.