સપ્તપદી નવલકથા (કથાવસ્તુ)
Abstract
પ્રકાશ ત્રિવેદીની ‘સપ્તપદી’ નવલકથા ‘જન્મભૂમિ’માં હપ્તાવાર પ્રસિદ્ધ થઈ હતી. સત્યઘટના પર આધારિત આ નવલા મોટાભાગના પ્રસંગો કલ્પિત છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ સંવાદાત્મક નવલકથા તે 'સપ્તપદી'. આ નવલકથાનું કથાવસ્તુ જોઈએ તો -
શ્વેતા એ આ નવલકથાનું મુખ્ય પાત્ર છે. આખી નવલકથામાં કેન્દ્રસ્થાને શ્વેતા છે. અમેરિકા જવું કોને ન ગમે! શ્વેતા ફિલ્મોમાં જોયેલું અમેરિકા, ક્યાંક સાહિત્યમાં વાંચેલું કે સાંભળેલું- એથી તે પણ અમેરિકા જવા માટેની તૈયારી બનાવે છે. શ્વેતાના મામા કિરીટની વાત લઈ શ્વેતા પાસે આવે છે. કિરીટ શ્વેતાની મામીના કોઈ સગાનો છોકરો છે. તેથી મામા પાસે કિરીટના ઘરની જાણકારી પહેલેથી જ હતી. જો શ્વેતા અને કિરીટ એકબીજાને પસંદ કરે તો જ વાત આગળ વધે. ને એવું જ બને છે. બન્નેને એક્બીજા ગમી જાય છે. ને વાત આગળ વધે છે. શ્વેતાના લગ્નસમયે ઘણાં જ્યોતિષીઓના કહેવા મુજબ બન્નેની નાડી મળતી હોવાથી સંતાન પ્રાપ્ત નહીં થાય. તો કોઈક એમ કહે છે કે આ લગ્ન જ શક્ય નથી. પણ કિરીટના મમ્મી ગ્રહશાંતિ કરાવીને પણ આ લગ્નની તૈયારી બતાવે છે. લગ્ન પહેલાં કિરીટના મમ્મી શ્વેતાને ઘરે જઈને કિરીટને ખાતર રિસેપ્શનની વાત કરે છે. ભલે સિવિલ મેરેજ કરો પણ લગ્ન તો કોઈ મોટી ને સારી હોટલમાં જ ગોઠવો. શ્વેતા કંકોત્રીમાં ચાલો અને ભેટ અસ્વીકાર્ય છે એમ કહે છે પણ સાસુ એની વાત જ સાંભળતી નથી. આવેલી રકમમાંથી સાસુ એમના બીજા દીકરા-દીકરીના લગ્નમાં ખર્ચ કરે છે, શ્વેતાને લગ્નમાં જે ભેટ આવે છે તે ટેક્સાસ લઈ જવાની હતી. એટલે બધી જ વસ્તુઓ એ અહીં જ મૂકી જાય છે. ને કિરીટનું ધર ભેટોથી ભરાઈ જાય છે.
Downloads
References
સંકલિત નવલકથા- પ્રકાશ ત્રિવેદી, બીજી આવૃત્તિ ૨૦૩, પ્રકાશકઃ કાર્તિક ૨. ત્રિપાઠી, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., ૧૬૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦ર, પૃ.૯૪
એજન, પૃ.૧૦૭
એજન, પૃ.૧૦૭
એજન, પૃ.૧૦૭
એજન, પૃ.૧૦૭
એજન, પૃ. ૧૦૭
એજન, પૃ. ૧૦૭
સંદર્ભ સંધ
સંકલિત નવલકથા- પ્રકાશ ત્રિવેદી, બીજી આવૃત્તિ ર૩, પ્રકાશક: કાર્તિક ૨. ત્રિપાઠી, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., ૧૬૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦ર, પૃ.૯૪
‘સ્વાધ્યાય અને સમીક્ષા’, હસિત મહેતા, ઉદ્દેશ, એપ્રિલ-રપ, તંત્રી : રમણલાલ જોશી, પૃ.૩૪૩-૩૪૫