અમૃત-પુત્રઃએક પ્રયોગશીલ નવલકથા (કથાવસ્તુ)
Abstract
અમૃતપુત્ર પ્રકાશ ત્રિવેદીની એક પ્રયોગશીલ નવલકથા છે. પાંચ પ્રકરણની આ કૃતિમાં સર્જકે આતંકવાદની સમસ્યાને રજૂ કરી છે. જેમાં સંધર્ષ નહિ પણ સમાધાન, સમન્વયનો સંદેશ સર્જકે આપ્યો છે.
“જ્યાં સામાન્ય માનવીને પોતાનું ઘર આખા વિશ્વ સમું લાગે, ત્યાં સુહાસને આખુંયે વિશ્વ પોતાના ધર સમું લાગતું હતું. ' આ વાકયથી નવલકથા આરંભાય છે. ‘અ' કારથી અક્ષરસૃષ્ટિનો આરંભ થતો હોવાથી પ્રથમ પ્રકરણનું નામ ‘અદિતિ’થી સર્જકે ઓળખાવ્યું છે. અદિતિ એ નવલકથાની નાયિકા આશાનું મૂળ નામ છે. સમગ્ર વિશ્વને ધર ગાતો સુહાસ પોતાની પાંચ વર્ષની ઉંમરે તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી ચૂક્યો હતો. મુંબઈમાં નાનાજીનું ધર તેને પ્રિય હતું. ત્યાં નાનાજીના ધરે બાગ અને ઝૂ પણ હતા. પણ આજે મેરીનમાં સુહાસને મમ્મીના કહેવાથી બે સપ્તાહ માટે મુંબઈ જવું કોઈ અનભિજ્ઞ કારણસર ગમતું નથી. નાનાના પત્રમાં મમ્મીને આવવાની ના હોવા છતાં તે કેમ જાય છે એ પ્રશ્ન સુહાસને વિચાર કરવા પ્રેરે છે. સુહાસને અભ્યાસ બગાડી મુંબઈ જવાની ઈચ્છા નહોતી. ન્યૂયોર્કમાં એક્લા રહેવું મુશ્કેલ પણ મમ્મીની સાથે ન જવું અસંભવિત જ હતું. સુહાસ પેનમાં ટિકિટ બુક કરાવે છે. શુક્રવારે જે.એફ.કે.થી નીકળી ફ્રેન્કફર્ટ અને ત્યાંથી કરોગીનો નાનો હોલ્ટ ને શનિવારે મુંબઈ. આવી જ રીતે પરત આવવાનું ફિક્સ થયું.
Downloads
References
૧. ‘અમૃત-પુત્ર' -પ્રકાશ ત્રિવેદી, પ્ર.આ.૨૦૧૫, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧
૨. એજન, પૃ.૨૨
૩. એજન, પૃ.૮૫
૪. એજન, પૃ. ૧૫૫
૫. એજન, પૃ.૧૬૨
૬. એજન, પૃ.૧૦ (પ્રસ્તાવનામાંથી)