વિવેકી વિવેચક : રા. વિ પાઠક
Keywords:
વિવેકી વિવેચક, રા. વિ. પાઠકAbstract
ગાંધીયુગના સાહિત્યગુરુ અને સાક્ષર સર્જક રામનારાયણ વિશ્વનાથ પાઠક ગુજરાતી વિવેચનની પરંપરામાં આનંદશંકર ધ્રુવ અને બળવંતરાય ઠાકોરની સાથે એક શ્રધ્ધેય વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમની કેવળ સાહિત્ય વિવેચનના ક્ષેત્રે જ નહીં પિંગળ ક્ષેત્રે, સંપાદન અને અનુવાદક તેમજ સર્જનના ક્ષેત્રે પણમહત્વની સેવાઓ રહી છે.
રામનારાયણમાં કલાકૃતિની ઊંડી તાદાત્મતા સાથે શાસ્ત્રકારની તટસ્થતા, પારદર્શિતા સાથે સૂક્ષ્મ તાર્કિકતા, સમુદાર દર્શન સાથે અભ્યાસપૂત આકલન જોવા મળે છે. એમના વિવેચનમાં સમતુલા શ્રધ્ધેયતા અને પથ્યતા છે. એમના વિવેચનમાં શાસ્ત્રની શિસ્ત છે. શાસ્ત્રજાડ્ય જનિત કુંઠિતતા નથી. એમાં જીવનની અખિલાઈના સંદર્ભમાં કલાકૃતિમાં સત્ય માટેનો આગ્રહ છે. તેમના વિવેચનમાં સચ્ચાઈના અને આસ્વાદજનિત પ્રફુલ્લિતતાનું તેજ છે. સુંદરમ કહે છે તેમ “તત્વના નિર્મળ નિરાડંબર આલેખનથી જ તેઓ પોતાનું કાર્ય સાધે છે. એ રીતે તેમના લખાણોમાંથી સાહજિક તત્વોપલબ્ધિનો શાંત પ્રસન્ન રસ પ્રાપ્ત થાય છે. તેમની સમગ્ર વિવેચન પ્રવૃતિ કાવ્યની શક્તિનો સાક્ષાત્કાર કરીતેનો સાચો ખ્યાલ સૌને કરાવવાના શિવસંકલ્પની જ રમણીય પરિણતિ રૂપ છે. ”એમનું વિવેચન મબલક અને માતબર છે. ગુજરાતી વિવેચનને પાઠકે દઢમૂલક કર્યાનું પ્રદાન છે.
Downloads
References
• રા. વિ. પાઠક ગ્રંથાવલિ ભાગ-2 ટૂંકી વાર્તા અને કિશોર સાહિત્ય, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર. પૃ. 17, 21, 25. આવૃતિ-1990
• રા. વિ. પાઠક ગ્રંથાવલિ ભાગ-4 સાહિત્ય વિવેચ-1, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર. પૃ. 23, 150, 181. આવૃતિ-1991
• રા. વિ પાઠક ગ્રંથાવલિ ભાગ-5 સાહિત્ય વિવેચ-2, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર. પૃ. 5-8, 11, 19, 21. આવૃતિ-1993.