ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પર ગુજરાતી ભાષા ઉચ્ચારશુદ્ધિ કાર્યક્રમની અસરકારકતા
Abstract
પ્રસ્તુત અભ્યાસમાં પ્રયોજક રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે પૂર્વ કસોટી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના કુમારો અને કન્યાઓ તેમજ શહેરી વિસ્તારના કુમારો અને કન્યાઓ તેમજ શહેરી વિસ્તારના કુમારો અને કન્યાઓ પર પૂર્વ કસોટીનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ કસોટીના પરિણામો પરથી પ્રત્યેક વિદ્યાર્થીની કચાશો જાણવામાં આવી હતી. આ કચાશોનાં સંદર્ભમાં ગુજરાતી ભાષા ઉચ્ચાર શુદ્ધિ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉચ્ચાર શુદ્ધિ કાર્યક્રમ આપ્યા બાદ ફરીથી તે જ ઉત્તર કસોટીનો અમલ કરવામાં આવ્યો હતો. પૂર્વ કસોટી અને ઉત્તર કસોટીનું સ્વરૂપ કુલ ગુણ પચાસ અને મૌખિક સ્વરૂપે લેવામાં આવી હતી. પૂર્વ કસોટી અને ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોના સાર્થક તફાવત પરથી ગુજરાતી ભાષા ઉચ્ચાર શુદ્ધિ કાર્યક્રમની અસરકારકતા જાણવા માટે અંકશાસ્ત્રી પ્રયુકિત ટી–કસોટીનો અમલ કરવામાં આવ્યો હતો. તે પરથી અર્થઘટનો અને તારણો તારવવામાં આવ્યા હતા.