ધોરણ આઠના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના ‘પુષ્પ અને ફળ' એકમ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની સંરચના અને તેની અસરકારકતા
Abstract
પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ ધોરણ આઠનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયનાં પુષ્પ અને ફળ ' એકમ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની સંરચના કરી તેની અસરકારકતા તપાસવાનો હતો. આ માટે ધોરાજી તાલુકાની એક પ્રાથમિક શાળાનાં ધોરણ આઠનાં વિધાર્થીઓને નમુના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા . પસંદ કરેલા નમુના માંથી યાદચ્છિક રીતે બે જૂથોની રચના કરવામાં આવી હતી બંને જૂથો પૈકી પ્રાયોગિક જૂથને પુષ્પ અને ફળ એકમ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની માવજત આપવામાં આવી હતી અને નિયંત્રિત જૂથને વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા પુષ્પ અને ફળ એકમની સમજ આપવામાં આવી હતી . પ્રયોગના અંતે બંને જૂથોને પુષ્પ અને ફળ એકમ આધારિત કસોટી ઉત્તર કસોટી સ્વરૂપે આપવામાં આવી હતી એકમ કસોટી દ્વારા પ્રાપ્ત થયેલા પ્રાપ્તાંકો માહિતીની અંતરાલ કક્ષાએ હતા. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થી ઓના ઉત્તર કસોટી પરના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચેના સાર્થક તફાવતની ચકા સણી બે સ્વતંત્ર જૂથો માટેની ટી-કસોટી દ્વારા કરવામાં આવી હતી . પ્રાપ્ત પરિણામનાં આધારે ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવી હતી. પ્રસ્તુત અભ્યાસ દરમિયાન રહેલો પુષ્પ અને ફળ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમ અસરકારક જણાયો હતો. .
Downloads
References
અંબાસણા, એ.. ડી. (૨૦૦૨). ઈન્સ્ટ્રક્શન મલ્ટીમીડિયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,
ઉચાટ, ડી. એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમા સંશોધનનુ પદ્ધતિશાસ્ત્ર (બીજી આવૃતિ). રાજકોટ : પારસ પ્રકાશન.
--------(૨૦૦૪), માહિતી પર સંશોધન વ્યવહારો. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ (૨૦૧૬). વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ-૮ પ્રથમ સત્ર. ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ, ગુજરાત.
પટેલ, મોતીભઈ અને અન્યો (૨૦૦૬-૦૭). શૈક્ષણિક ટેક્નોલોજી, અમદાવાદ : શાહ પ્રકાશન.