આત્મા યોજના સંલગ્ન ખેડૂતોનું ખર્ચ-લાભ વિશ્લેષણ
DOI:
https://doi.org/10.58213/vidhyayana.v9i1.936Keywords:
ATMA યોજનાં, ખેડૂતોAbstract
ભારતીય અર્થકારણમાં કૃષિ ક્ષેત્ર અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. આમ દેશના વિકાસ માટે પણ કૃષિનો વિકાસ ખૂબ જરૂરી છે. તેથી કૃષિના વિકાસ માટે સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે તેમાંની આત્મા યોજના એ પણ કૃષિ વિકાસ માટેની એક યોજના છે. વર્તમાન અભ્યાસ નીચેના ઉદેશ્ય સાથે હાથ ધરવામાં આવ્યો છે. (1) આત્મા યોજના સાથે સંલગ્ન ખેડૂતોની આર્થિક બાબતોનો અભ્યાસ કરવો (2) આત્મા યોજના સાથે સંલગ્ન વિવિધ લાભો અને ખેડૂતોની ખેતીમાં આવેલા પરિવર્તનોનો અભ્યાસ કરવો. પ્રસ્તુત સંશોધન પત્રનો અભ્યાસ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં કરવામાં આવ્યો છે. ધ્રોલ તાલુકામાં આવેલા કુલ 41 ગામડાઓમાંથી પ્રસ્તુત સંશોધન માટે કુલ 9 ગામડાઓની લોટરી પદ્ધતિ દ્વારા યાદચ્છિક નમૂના પસંદગીની રીતે પસંદગી કરવામાં આવી છે. 9 ગામડાઓમાંથી દરેક ગામડા દીઠ 10 ખેડૂતોની કે જેવો આત્મા યોજના સાથે જોડાયેલા હોય તેમની વિશિષ્ટ નમૂના પસંદગીની રીતે (સ્નોબોલ પદ્ધતિ) દ્વારા પસંદગી કરી સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. વર્તમાન અભ્યાસ પ્રાથમિક માહિતી પર આધારિત છે. તેમજ અભ્યાસમાં ટકાવારી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભ્યાસના અંતે એવા તારણો મળ્યા છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આત્મા યોજનામાં જોડાયેલા ખેડૂતોનું પ્રમાણ વધારે છે. તેમજ આત્મા યોજનામાં જોડાયા પછી ખેડૂતોની આવક વધવાથી તેમના જીવન - ધોરણમાં સારો વધારો થયો છે.અને કૃષિવિષયક માર્ગદર્શન મેળવીને ખેડૂતોની ખેતીમાં પરિવર્તનો આવ્યા છે. પ્રસ્તુત અભ્યાસ પરથી જાણવા મળે છે કે, ખેડૂતોને પોતાના પાકનું ધાર્યું ઉત્પાદન મળે છે. પણ ખેત પાકોના પૂરતા ભાવો મળતા નથી.
Downloads
References
ઉચાટ, ડી. (2012). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. અમદાવાદ: સાહિત્ય મુદ્રણાલય.પીપી. 245-248
પટેલ, ડી. (2017). સરકારી યોજનાઓ. અમદાવાદ: અતુલ પ્રકાશન.પીપી. 146-147
Satya. P. et. al (2008), Knowledge Level of Atma Beneficiaries About Bee-Keeping. India Res. J. Ext. Edu. 8(2&3)
Patel.v.m, j.j. Mistry, Patel.D.B.(2017), Adoption of Recommended Wheat and Cotton production Technology by Atma Beneficiary Farmers. Guj.j.Ext.Edu.Vol.28: Iss1