પ્રાથમિક કક્ષાએ ગુજરાતી વિષયમાં વ્યાકરણ શિક્ષણના અધ્યાપન માટે કમ્પ્યુટર કાર્યક્રમની અજમાયશ
Keywords:
પ્રાથમિક શાળા, ગુજરાતી વ્યાકરણ શિક્ષણ, કમ્પ્યુટર કાર્યક્રમ, ગાંધીનગરAbstract
શિક્ષણને માનવીના માનવ તરીકેના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. શિક્ષણ વિના માનવી સંભવી જ ન શકે એવી એની દૈહિક રચના રચાયેલી છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એનાં અંગ-ઉપાંગો, એનું મગજ, એની જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસવા, સફળ નીવડવા અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી, તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિપ્રેરણા આપે છે અને એમ કરીને દુનિયાના અન્ય પ્રાણી જાતથી એને એક આગવી ઓળખ આપે છે. આથી જ માનવીને ‘એક શીખતા પ્રાણી’ તરીકે ઓળખવામાં આવ્યો છે. વર્તમાનયુગમાં કમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી હવે આધુનિક જીવનના લગભગ દરેક પાસાઓમાં એકીકૃત થઈ ગયા છે. કમ્પ્યુટર ઇન્ફર્મેશન ટેક્નોલોજી નિષ્ણાતોને તેઓ જે કંપની માટે કામ કરે છે, જે શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. પ્રાથમિક કક્ષાએ ગુજરાતી વિષયના વ્યાકરણ શિક્ષણના અધ્યાપન માટે કમ્પ્યુટર આધારિત કાર્યક્રમોની અજમાયશ કરવી જરૂરી બને છે. પ્રસ્તુત સંશોધનમાં પ્રાથમિક શાળાના ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયના વ્યાકરણ શિક્ષણના અધ્યાપન માટે ગાંધીનગર જિલ્લાની કુલ 33 પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક વર્ષ 2023-24 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની નમૂના તરીકે પસંદગી કરી સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
Downloads
References
ઉચાટ, ડી. એ. (2009). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. રાજકોટઃ સાહિત્ય મુદ્રણાલય.
ઉચાટ, ડી. એ. શિક્ષણ અને સામાજીક વિજ્ઞાનોમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર (દ્રિતીય આવૃત્તિ). રાજકોટ: પારસ પ્રકાશન.
દેસાઇ, કે. જી. અને આર. પી. શાહ અને અન્ય (1992). શૈક્ષણિક પરિભાષા અને વિભાવના. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
દેસાઈ, એચ. જી. અને દેસાઈ કે. જી. (1989). સંશોધન પધ્ધતિઓ અને પ્રવિધિઓ. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
પટેલ, આર. એસ. (2012). સંશોધનની પાયાની સંકલ્પનાઓ (દ્રિતીયઆવૃત્તિ) અમદાવાદ: જય પબ્લિકેશન.
પારેખ, બી. યુ. (1994). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.