પર્યાવરણ અને વિકાસ
Abstract
માનવીની ભૌતિક આર્થિક વિકાસની ગાંડી ભૂખ અને સંપતિમાં આળોટવાની ઘેલછાને લીધે પૃથ્વી ઉપરનું પર્યાવરણ ખળભળી ઉઠ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય અસમતુલા ઉભી થઈ છે. પ્રવર્તમાન સમયમાં વિકાસની પરિભાષા બદલાઈ રહી છે. ઔદ્યોગિક અને શહેરીકરણના પરિણામે હવા,પાણી,જમીન,જંગલ પર એની વિપરીત અસર પડી છે. વિકાસની આંધળી દોડમાં વાયુ પ્રદુષણે શહેરોમાં જીવનને ગૂંગળાવી દીધું છે.પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃત ન બનીએ અને તેનું જતન નહીં કરીએ તો જીવ માત્રનું જીવન દોહ્યલું બની જશે એટલે માત્ર અર્થતંત્રમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણનો પ્રશ્ન ચર્ચાય રહયો છે ત્યારે બધા દેશો સફાળા જાગી ઉઠીને બેબાકળા બની ગયા છે.પર્યાવરણ બચશે તો જ પૃથ્વી બચશે અને પૃથ્વી બચશે તો જ આપણે બચીશું એ વાસ્તવિકતાનું ભાન હવે વિશ્વના વિકસિત અને અવિકસિત બધા દેશોને થઈ ગયું છે.પરિણામે હવે બધાને પ્રકૃતિને પ્રેમ કરો અને કુદરત તરફ પાછા વળોનું સત્ય સમજાઈ ગયું છે.આમ ટકાઉ વિકાસના ખ્યાલમાં ભાવી પેઢીની જરૂરિયાત સંતોષી શકે તેવી રીતે કુદરતી સંપતિ(પર્યાવરણ)નો ઉપયોગ કરી વિકાસ કરવાનો છે.
Downloads
References
• https://gu.unansea.com › વૈશ્વિક-પર્યાવરણીય-2
• https://hindi.indiawaterportal.org
• https://hindi.indiawaterportal.org/node/48419
• http://www.kcgjournal.org/multi/issue8/pragna.php
• https://www.gujaratsamachar.com/news/shatdal/world-environment-day-5-june-2019
• www.kcgjournal.org›multi›issue4›manish
• https://gu.wikipedia.org › wiki
• https://dekretmir.ru › terminy › vzaimosvyaz-mezhdu-gl.
• gu.vikaspedia.in
• જોશી, મહેશ વી. પર્યાવરણ અને સામાજિક અર્થશાસ્ત્ર. સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ
• વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર. ન્યુ પોપ્યુલર પ્રકાશન
• પટેલ, રાકેશ આર. ભારતીય દર્શનમાં પર્યાવરણ
• વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર. સી. જમનાદાસ કંપની