NEP 2020 સંદર્ભે: ઉચ્ચ શિક્ષણમાં પ્રાચીન અને ભવિષ્યનું એકીકરણ
Abstract
માનવી સક્ષમ બને, સમાન અને ન્યાયી સમાજનો વિકાસ થાય અને રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન મળે તે માટે શિક્ષણ એ રાજયની મૂળભૂત જરૂરિયાત છે. ગુણવતાયુક્ત સર્વવ્યાપી શિક્ષણ માટે પ્રવેશ ઉપલબ્ધ કરાવવો, આર્થિક વૃદ્ધિ, સામાજિક ન્યાય અને સમાનતા, વૈજ્ઞાનિક પ્રગતિ માટે ચાવીરૂપ છે. ઉચ્ચ ગુણવતાયુક્ત સર્વવ્યાપી શિક્ષણ એ દેશની સમૃદ્ધ માનવ પ્રતિભા અને સંસાધનોનો ઉત્તમ વિકાસ અને સંવર્ધન કરવા માટે તેમજ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વૈશ્વિક કલ્યાણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. આગામી દાયકામાં ભારતમાં વિશ્વના સૌથી વધુ યુવાન લોકોની વસતિ હશે અને તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક તકો પ્રદાન કરવાની આપણી ક્ષમતા જ આપણા દેશના ભવિષ્યના નિર્ધારિત કરશે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ બનાવવાની શરૂઆત MHRD દ્વારા 2016 થી થઈ જેમાં સમગ્ર ભારતમાંથી ઓનલાઈન સૂચનો મંગાવવામાં આવ્યા હતા. તેની શરૂઆત 27 મે 2016 ના રોજ ટી.એસ.આર. સુબ્રમણ્યમ સમિતિ દ્વારા થઈ છે.