સોમનાથ મંદિર પર ગઝનીના આક્રમણ સામે ગુજરાતના શાસકો અને પ્રજાનો સંઘર્ષ
Abstract
પ્રાચીન હિન્દુ ધર્મ ગ્રંથો અને કથાનક અનુસાર ‘સોમ’ અથાર્થ ‘ચંદ્ર’ એ, ‘દક્ષપ્રજાપતિ’ રાજાની ૨૭ કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમાં ‘રોહિણી’ નામની પોતાની પત્નીને વધુ પ્રેમ અને સન્માન આપતા હતા. બીજી કન્યાઓએ પોતાના રાજા – પિતા ‘દક્ષપ્રજાપતિને’ ફરિયાદ કરી. પોતાની અન્ય કન્યાઓને થયેલા અન્યાય જોઇને ક્રોધમાં આવી દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો કે દરોજ તમારું તેજ ક્ષિણ થતું જશે. ફલસ્વરૂપ બીજા દિવસે ચંદ્રનું તેજ ઓછુ થવા લાગ્યું. શ્રાપથી વિચલિત અને દુઃખી ‘સોમે’ ભગવાન શિવની આરાધના શરુ કરી. અંત: શિવ પ્રસન્ન થયા અને સોમ-ચંદ્રના શ્રાપનું નિવારણ કર્યું. સોમના કષ્ટ દુર કરવાવાળા પ્રભુ શિવની સ્થાપના અહી કરી હોવાથી જ મંદિરનું નામ સોમનાથ પડ્યું છે.
ભારતની પશ્ચિમ સરહદ પર સ્થિત જાબુલ અને કાબુલ રાજ્ય પર પણ સતત હુમલા કરી રહ્યા હતા. આ પ્રદેશોમાં તેઓએ લગભગ બે સદીઓ સુધી એક યા બીજા સ્વરૂપે લગભગ બે સદીઓ અસરકારક પ્રતિકારનો સામનો કર્યો. લગભગ બે સદીઓ સુધી પ્રતિકાર કરનારા કાબુલના શાસકો એક તરફ વિદેશી આક્રમણનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ તેઓ આંતરિક કટોકટીનો પણ સામનો કરી રહ્યા હતા. કાબુલ પર શાસન કરનારા પ્રારંભિક શાસકો તુર્કી શાહી વંશના હતા અને કદાચ બૌદ્ધ હતા. આ વંશના છેલ્લા શાસક લગતુર્મનને તેના મંત્રી (વજીર) કલ્લર અથવા લલ્લિયને દૂર કરવામાં આવ્યા. નવમી સદીના મધ્યમાં સિંહાસન સંભાળ્યું હતું અને કાબુલમાં હિન્દુ શાહી વંશનો પાયો નાખ્યો હતો. આ શાસકના શાસન દરમિયાન સફારો વંશના સ્થાપક યાકુબ બિન લઇસે ઈ.સ. 870માં કાબુલ પર કબજો કર્યો. પરિણામે કલ્લર (લલિયા)ને કાબુલથી પૂર્વ તરફ પીછેહઠ કરવી પડી અને ઉદભંડપુર નામના સ્થળે તેની રાજધાની સ્થાપિત કરવી પડી.
Downloads
References
૧) મૃત્યુંજયકુમાર, ભારતનો પ્ર ઈતિહાસ, વીર બહાદુરસિંહ વિશ્વવિદ્યાલય, જૌનપુર.
૨) મિશ્ર, જે. એસ., અ ન્યુ લાઈટ આન કન્ટેમ્પરી એકાઉન્ટસ ઓફ સુલતાન મહમૂદ ઇનવેઝન આન સોમનાથ, જર્નલ ઓફ સોશ્યલ સાયન્સ, વારાણસી,
૩) જ્હોન બ્રિગ્સ, હિસ્ટ્રી ઓફ દ રાઈસ ઓફ દ મહોમેડન પાવ ઇન ઇન્ડિયા. ખંડ -૧, કલકત્તા.
૪) ઇલિયટ ખંડ-૨
૫) આઈ. એચ. ક્યું., ડિસેમ્બર, ૧૬૫૬
૬) રાજસ્થાન જીલ્લા ગેજેટીયર, જૈસલમેર ( જયપુર,૧૬૭૩)
૭) ગેહલોત, રાજપુતાના નો ઈતિહાસ, ખંડ -૧, રાજસ્થાન.
૮) દ સ્ટ્રગલ ફોર એમ્પાયર, પૃ – ૨૦
૯) સાખો ખંડ -૨, પૃ- ૧૩, રાજસ્થાન.
૧૦) મજુમદાર, અશોક કુમાર, ચાલુક્ય ઓફ ગુજરાત, બોમ્બે, ૧૬૫૬.
૧૧) શિવપ્રસાદ રાજગોર, સોમનાથ, ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ, અમદાવાદ.
૧૨) મુંબઈ સમાચાર, ઉત્સવ પૂર્તિમાં પ્રકાશિત લેખ.