મહિલા કેળવણી: અવરોધો ઉપાયો અને ગુજરાતમાં થતું કાર્ય

મહિલા કેળવણી: અવરોધો ઉપાયો અને ગુજરાતમાં થતું કાર્ય

Authors

  • Dr. Madhubhai Hirpara

Abstract

‘“બહુ બલ ધારિણી નમામિ તારિણી

રિપુદલ વારિણી માતરમ્, વંદે માતરમ્’” ૧ –

માતૃકુખે જન્મ લેનાર પૂર્ણ પુરૂષ કૃષ્ણે પણ ‘શસ્ય  શ્યામલામ્ માતરમ્... કહીને માતૃવંદન કર્યા હશે, રામ હોય કે રામો ઘાટી, કૃષ્ણ હોય કે કરશન અંત્યજ સર્વેને માનું ચર' જ શાંતિ આપે છે. જે શાતા આપે તેજ માતા. મહિલા શકિત જ છે. ફકત તેનું પ્રગતિકરણ થાય તેજ વર્તમાન સમયની માંગ છે તે વામણી, બાપડી, બિચારી કે અબળા નથી પણ વિરાટ, શકિતશાળી, પાલનહાર અને સબળા છે. આજે સ્ત્રી શકિતનો હાસ થઈ રહ્યો છે ત્યારે મહિલા સશક્તિકરણ ખૂબ જરૂરી બની ગયું છે.

વેદકાળથી અત્યાર સુધી વિવિધ નારી રત્નોથી ‘બહુરત્ના વસુંધરા’ વાંઝણી નહીં પણ ચમકતી રહી છે, ગાર્ગી, બ્રહ્મવાદિની વાયોગીની ચૂડાલા યોગવાશિષ્ઠની વગેરે શકિતઓ પ્રાત: સ્મરણીય છે.

અહલ્યા, દ્રોપદી, સીતા, તારા મંદોદરી તથા

પંચ્ચેતા સમરેન્નિત્ય મહાપાતકનાશિની ||

મધ્યકાલીન વિરાંગનાઓમાં રૂપમતિ, પદ્મીની, નાગબાઈ, તોરલ, જીજીબાઈ વગેરે નારી રત્નોના નામોથી અને કામોથી આપણે પરિચિત છીએ, સર્જનહારે નારી હૃદયને ‘વજ્રાદયિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ’ - કહીને કઠોર અને મૃદુનોસંગમ સર્જયો છે, દેવાએ પણ અસૂરોથી ડરીને જગતજનની જગદંબાનો આશ્રય લીધો હતો અને આ શક્તિએ પોતાના કઠોર હૃદયથી આસુરી વૃતિનું નિકંદન કાઢીને દેવોને અભય પ્રદાન કર્યું હતું તેથી જ મનુએ કહ્યું,

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા: ।। 3

સાંપ્રતકાળમાં આવી શકિતની અવગણના થઈ રહી છે, ત્યારે તેમાં શિક્ષણનો અભાવ એ મુખ્ય પરિબળ છે, મહિલાઓને શિક્ષણ લઈ સશકત કરવામાં ઘણા અવરોધો નડે છે, શું આ અવરોધો દૂર ન થઈ શકે ? તેના ઉપાયો શું હોઈ શકે ? આપણા ગુજરાત રાજયમાં તે માટે કેવા પ્રયત્નો થયા છે, તેની વાત આ લધુ શોધપત્રમાં નિરૂપવામાં આવેલ છે.

Downloads

Download data is not yet available.

References

૧. શાંતિલાલ જાની: ભારતના નારી રત્નો, પ્રવીણ પ્રકાશન, રાજકોટ ૧૯૮૭ (પ્રથમ આવૃત્તિ)

૨. ‘પ્રાર્થના પ્રીતિ’, સદ્વિચાર દર્શન, ટ્રસ્ટ, મુંબઈ.

૩. ‘મનુસ્મૃત્તિ’, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય - અમદાવાદ - અધ્યાય-૩.

૪. શાસ્ત્રી જયેન્દ્ર દવે, મોતીભાઈ પટેલ અને અન્ય: શિક્ષણની તાત્ત્વિક, સમાજ શાસ્ત્રીય આધારશિલાઓ - મેસર્સ બી.એસ. શાહ પ્રકાશન, અમદાવાદ-૧, ૨૦૦૬-૦૭ (ચોથી સંવર્ધિત આવૃત્તિ) પૃષ્ઠ ૮૫ થી ૮૮.

૫. સામાજિક વિજ્ઞાન ધો.૧૦, ગુજરાત રાજ્ય શાખા પાઠ્ય પુસ્તક મંડળ, ગાંધીનગર.

૬. નિત્યપાવન સ્તોત્ર - પ્રાર્થના પ્રીતિ, સદ્વિચાર દર્શન ટ્રસ્ટ, મુંબઈ.

૭. વનિતા વિશ્રામ, શેઠ પી.ટી., મહિલા આર્ટસ ઍન્ડ હોમ સાયન્સ કોલેજ સુરત મુકામે તા.૨૨ તથા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૭ ના રોજ યોજાયેલ સેમિનારમાં રજૂ કરાયેલ શોધપત્ર.

Additional Files

Published

10-12-2016

How to Cite

Dr. Madhubhai Hirpara. (2016). મહિલા કેળવણી: અવરોધો ઉપાયો અને ગુજરાતમાં થતું કાર્ય. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 2(3). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/570
Loading...