ઓનલાઇન અને ડિજિટલ શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ
Abstract
શિક્ષણમાં તકનીકી એ સાધન છે સાધ્ય નથી અને નીતિગત ઉદ્દેશોનો અમલ કરવા માટે તકનીકી પરિતંત્રો (Eco System)ના ચાલકો (કર્મચારીઓ)ને સંગઠિત કરી એકબીજા સાથે યોગ્ય રીતે સાંકળવા પડશે. ઈ-શિક્ષણના શાળા અને ઉચ્ચત્તર શિક્ષણ એમ બંનેની આવશ્યકતાઓ ઉપર ધ્યાન આપવા માટે મંત્રાલયમાં બુનિયાદી માળખા માટે ડિજિટલ સામગ્રી અને ક્ષમતા નિર્માણની વ્યવસ્થા કરવા માટેના ઉદ્દેશો માટે એક સમર્પિત એકમની સ્થાપના કરવામાં આવશે. તકનીકીનો ઝડપી વિકાસ થઈ રહ્યો હોવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઈ-લર્નિંગને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે તજ્જ્ઞોની જરૂરિયાત રહે છે આ માટે એક એવાં ઓજસ્વી પરિતંત્રને (Eco System)ને પ્રોત્સાહન આપવાની જરૂર છે જે માત્ર ભારતમાં ભારતની વિસ્તાર, વિવિધતા, સમતા સામેના પડકારોનો માત્ર ઉકેલ જ ન શોધે, પરંતુ સતત બદલાતી અને વિકાસ પામતી તકનીકી સાથે પણ સમાયોજન સાધી શકે. આથી આ કેન્દ્રમાં પ્રશાસન, શિક્ષણ, શૈક્ષણિક તકનીકી, ડિજિટલ અધ્યાપનશાસ્ત્ર અને મૂલ્યાંકન, ઇ-ગવર્નન્સ વગેરે ક્ષેત્રોથી જોડાયેલ તજ્જ્ઞોનો સમાવેશ થશે.
Downloads
References
• Google youtube video
• ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 પરામર્શ “ઊધડતી દિશાઓ “ ડી ડી ગિરનાર સંવાદ શ્રેણી
• GCERT દ્વારા શિક્ષક પર્વ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 સંદર્ભે સંગોષ્ઠી કાર્યક્રમ.
• રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 સંદર્ભે સંગોષ્ઠી કાર્યક્રમનું ગુજરાતી અનુવાદ PDF
• Wikipedia NEP- 2020 information.