સ્વતંત્રતાના શતાબ્દી વર્ષની ઉજવણી અનોખી રીતે કરીએ

સ્વતંત્રતાના શતાબ્દી વર્ષની ઉજવણી અનોખી રીતે કરીએ

Authors

  • Dr Jay Umeshbhai Oza

Abstract

ચાલો સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણી અનોખી રીતે કરીએ. આઝાદીના ૧૦૦માં વર્ષમાં પ્રવેશની સાથે સાથે વિકસિત દેશોની હરોળમાં આપણા દેશને પહોંચાડવા માટે એક અદના નાગરિક તરીકે આપણે શું કરી શકીએ ? આપણા દેશને વિશ્વગુરુની કક્ષાએ પહોંચાડવા માટે નાના ૧૦૦ પગલાંઓની એક યાદી આપની સમક્ષ રજૂ કરું છું. રામસેતુ નિર્માણમાં ખિસકોલી જેટલો લઘુયત્ન પણ જો આપણે સહુ ભેગા મળીને કરીએ તો ચોક્કસ વામનમાંથી વિરાટ ડગ ભરીને આપણા દેશને વિકસિત ભારત શકીશું. આ સોપાનોમાં શૈક્ષણિક, સામાજિક, રાષ્ટ્રીય, સંવૈધાનિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. કોઈપણ રાષ્ટ્ર ઉન્નતિના શિખરો ત્યારે જ સર કરી શકે છે જ્યારે, દેશનો દરેક નાગરિક દેશની સાર્વજનિક બાબતોને વ્યક્તિગત માનીને ગંભીરતાથી અમલીકૃત કરે. આજે જ્યારે આપણો દેશ યુવાઓની બહોળી સંખ્યાથી અલંકૃત છે ત્યારે આપણે સાથે મળીને શિસ્તપૂર્વક કેટલીક એવી બાબતો કે જેને અનુસરવી તદ્દન સહેલી છે, તેને વિચારીને અમલમાં મૂકીશું તો આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ ચોક્કસ ઝડપથી ગતિ કરી શકીશું.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

12-03-2024

How to Cite

Dr Jay Umeshbhai Oza. (2024). સ્વતંત્રતાના શતાબ્દી વર્ષની ઉજવણી અનોખી રીતે કરીએ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si2). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1736
Loading...