ગુજરાત રાજયની મહિલા વિકાસ યોજનાઓ અને તેના સૂચિતાર્થો
Abstract
સમગ્ર વિશ્વમાં લગભગ પચાસ ટકા વસ્તી મહિલાઓ છે. આજે તમામ ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે, હરણફાળ ભરી રહી છે. જ્ઞાન, કલા, રમતગમત, સાહિત્ય, રાજકારણ એવું કોઈ ક્ષેત્ર નથી જયા મહિલાઓ અગ્રીમ હરોળમાં ન હોય. આમ છતાં એ પણ વાસ્તવિકતા છે કે આવી મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. ભારત જેવા દેશમાં સ્ત્રીઓને જન્મ લેવાથી માંડીને વિવિધ બાબતોમાં સંઘર્ષ કરવો પડે છે. આથી મહિલાઓને તેમના વિવિધ અધિકારો આપવા અને તેમને ગૌરવ પૂર્ણ જીવન આપવા વિવિધ યોજનાઓ દાખલ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. પ્રસ્તુત પેપરમાં ગુજરાત રાજ્યમાં મહત્વની મહિલા વિકાસ યોજનાઓનો પરિચય આપવામાં આવ્યો છે. તેમજ વર્તમાન કોવિડ-19 વૈશ્વિક મહામારીથી ઉભી થયેલી આર્થિક સ્થિતિના પડકારોને પહોંચી વળવામાં આ યોજનાઓની અસરકારતા તપાસવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Downloads
References
(i) સામાજિક આર્થિક સમિક્ષા 2015-16 ગુજરાત રાજય, અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરી, ગાંધીનગર.
(ii) શ્યામલ કિશોર, અનુપસિંહ “મહિલા સશક્તીકરણ: એક સમેકિત દ્રષ્ટિ “રીગલ પબ્લીકેશન ન્યુ દેલ્હી 2010.
(iii) પટેલ રમેશભાઈ ચુનીલાલ, સ્ત્રી સશક્તિકરણ”, લેટેસ્ટ ફેક્ટસ ઇન જનરલ નોલેજ, L સપ્ટેમ્બર 2009.
(iv) “યુનિસેફના વૈશ્વિક રિપોર્ટ કાર્ડનું ચોકાવનારું તારણ”, ફૂલછાબ દૈનિક-રાજકોટ, 26 અપ્રિલ, 2016.
(V) ગુજરાત સરકાર ઓફિસિયલ વેબ સાઇટ.