જેતપુરનો કાપડ ઉદ્યોગ
Keywords:
ડાંઇગ, પ્રિન્ટીંગ, ખાગા કિટાંગા બાંધણી, ગરમ ખાતુ, ઠંડુ ખાતુAbstract
જેતપુર એ એક કાપડનું શહેર છે હાલમાં જોઇએ તો જેતપુર સ્ક્રીન પ્રિંટિંગ, બ્લોક પ્રિંટિંગ માટે દેશનું એક મોટું કેન્દ્ર છે. તે સુતરાઉ સાડી માટે પણ પ્રખ્યાત છે જેતપુરના વિકાસમાં ડાઇંગ ઉદ્યોગના મહત્વનો ફાળો રહ્યો છે કાપડના વેપારમાં જેતપુર પહેલેથી જ મોખરે છે ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, જુનાગઢ વગેરેના લોકો સાડીની ખરીદી માટે જેતપુર આવતા હતા આજે જેતપુરમાં લગભગ 2000થી વધુ નાના-મોટા સાડી અને ડ્રેસના યુનિટો ચાલી રહ્યા છે અને હજારો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. જેતપુરમાં રંગાયેલી સાડીઓ ડ્રેસ અન્ય કાપડનો રંગ પાકો અને ટકાઉ છે. આજે જેતપુરનો આ સાડીની માંગ માત્ર ભારત પૂરતી જ નહીં પણ વિદેશમાં પણ છે. જેતપુરના કિટાંગો, ખાગ, ચૂટણી પ્રચાર માટેનું કાપડ, ડ્રેસ, ખાસ પ્રકારની બાંધણી અને ધાર્મિક પ્રસંગ માટેનું કાપડ વિદેશમાં જાય છે. વિદેશ વ્યાપારમાં જોઇએ તો આફ્રિકા, કોરિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, યુરોપ અને અરબના દેશોમાં જેતપુરની નિકાસો થાય છે.
Downloads
References
ડાંઇગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગને કારણે સર્જાયેલી જળ પ્રદુષણ ની સમસ્યા જેતપુરના સંદર્ભે વ્યાસ સોનલ વિ. 2011
જેતપુર શહેરના સાડી ઉદ્યોગનો વિકાસ,પ્રશ્નો અને ભાવિ અંગેનુ આર્થિક વિશ્લેષણ સંજય પી દ્વે 2018
યોજના -૨૦૧૬
TERI -2015 cluster profile jetpur textile industries
Jetpur wikipedia