દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઉદ્યોગોનું કૃષિક્ષેત્ર પરનું અવલંબન- સમસ્યાઓનો સંક્ષિપ્ત અભ્યાસ:
Abstract
ભારતમાં 1991ના આર્થિક સુધારા પછી ઉદ્યોગક્ષેત્ર પર વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ભારતમાં કુલ વસ્તીના આશરે 70 ટકા જેટલા લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તથા રોજગારી મેળવે છે. ભારતના ઘણા બધા રાજ્યોમાં કૃષિ મુખ્ય વ્યવસાય છે. ભારતનું ગુજરાત રાજ્ય જે વિકસિત રાજ્યોમાનું એક છે. તેમ છતાં આજે તેમાં આવેલા જિલ્લાઓમાં ઉદ્યોગીક વિકાસ ઓછો થયેલો જોવા મળે છે . જે ઉદ્યોગો વિકસ્યા છે તેમાં મોટા ભાગના કૃષિ આધારિત ઉદ્યોગો છે.
સરકાર દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવા માટે સત્તાવિકેન્દ્રીકરણની નીતિ અપનાવવામાં આવતી હોય છે. ગુજરાત રાજ્યનો એવો જ એક જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો જેને 15ઓગસ્ટ 2013ના રોજ જામનગર જિલ્લા થી અલગ કરવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લો સામાજિક અને સૈક્ષણિક રીતે પછાતપણું ધરાવે છે તેના માટે અનેક કારણો જવાબદાર હોય શકે છે જેમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્ર પરનું ભારણ તથા ઉદ્યોગોનું કૃષિક્ષેત્ર પર અવલંબન. પ્રસ્તુત સંક્ષિપ્ત અભ્યાશમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓછા ઔદ્યોગીક વિકાસ તેમજ ઉદ્યોગો નું કૃષિક્ષેત્ર પર નું અવલંબન અને તેને કારણે ઉદભાવતી સમસ્યાઓને લયને સંક્ષિપ્ત અભ્યાસ હાથ ધરવામાં VIDHYAYANA આવેલ છે જે આ પ્રમાણે છે.
Downloads
References
• www.msmediahmedabad.gov.in
• www.devbhumidwarka.Govt.in
• http://devbhumidwarkadp.gujrat.gov.in/index.htm
• https://www.citypopulation.de/php/india-admin.php?adm2id=728