સોરઠી ધર્મ સપ્રદાય અને પંથ પરંપરા
Abstract
પ્રાચીન કાળથી ગુજરાત ખુબ જ સમૃધ્ધ, સુસંસ્કૃત અને સુંદર પ્રદેશ છે. અહીંની સમૃદ્ધિ સંસ્કૃતિ અને સુંદરતાએ અનેક પ્રજાને આકર્ષિ છે. તેથી અહીં અનેક પ્રજાના કુળ અને મૂળ જોવા મળે છે અને સાથે સાથે તેમના ધર્મ પંથ અને સંપ્રદાયની પણ આગવી ઓળખ આપે છે. અહીંના લોકવિનમાં અનેક ધર્મ પંથ અને સંપ્રદાયની અસર છે. ગુજરાત પ્રદેશની સભ્યતા અને સંસ્કૃતિમાંથી લોક સંસ્કારોનુ ઘડતર થતુ આવ્યુ છે. જુદા જુદા ધર્મ સંપ્રદાયમાં અનેક સંત, ભકત જ્ઞાની, યોગી અને બ્રહમચારી, સન્યાંસી, સિધ્ધ ઉપદેશકો ધ્વારા ગુજરાત પ્રદેશમાં હિન્દુ, મુસ્લિમ, જૈન, બૌધ્ધ, શિખ, ઇસાઇ વિગેરે ધર્મના ફાટાઓ ચો તરફ ફેલાયેલા જોવા મળે છે. તેની શાખાઓ, પ્ર-શાખાઓ ગણી ગણાઈ નહી એટલી છે. છતા વૈષ્ણવ, શૈવ, શાક્ત, અને સામંત એ ચાર મુખ્ય શાખાઓમાંથી અનેક ડાળીઓ ફુટી છે.
આપણાં લોક જિવનમાં અનેક ધર્મો છે. આ વિવિધ ધર્મોમાં વિવિધ પંથો, સંપ્રદાયો અને તેની પરંપરા જોવા મળે છે જેમાં મહાપંથ, નાથપંથ, રવિ ભાણ સંપ્રદાય, કાપડી સંપ્રદાય સ્વામી નારાયણ આશા અમુક જેવી સંપ્રદાય, નિરાત સંપ્રદાય, સૂફી સંપ્રદાય વા અનેક પંથો અને તેની વિવિધ પરંપરાઓ છે. આ પરંપરાની વિસ્તૃત માહિતી અને જાણકારી આપણે આ સંત સાહિત્યમાં જોઇ શકીએ છીએ. સંત સાહિત્યના સર્જનમાં આ પંથની ઉત્પતી થી આજ સુધીની કથા વર્ણવાય છે. આમ સંત સાહિત્યના વિવિધ પંથો અને તેની પરંપરાની વિસ્તૃત માહિતી મળે છે. જેના ધ્વારા તે પંથના વિધિ વિધાન, ગુરૂ પરંપરા તેના ઇતિહાસથી માંડી આજ સુધીના ગાદીપતિની વિગતો મળે છે. આ સંપ્રદાયો અને પંથ પરંપરાની માહિતી આપણે નીચે મુજબ મેળવી શકીએ.
Downloads
References
(૧) સોરઠી ભકિત સાહિત્ય એક અધ્યયન-ડો. જીવરાજ પારઘી-પૃષ્ઠ-૫
(૨) સત કેરી વાણી-મકરંદ દવે-પૃષ્ઠ-૪૧
(૩) ગુજરાતના ધર્મ સંપ્રદાયો-ડો.નવીનચંદ્ર આચાર્ય-પૃષ્ઠ-૪
(૪) ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન અનંતરાય રાવળ-પૃષ્ઠ-૧૯૦
(૫) દર્શન અને ઇતિહાસ-ડો.રાજેન્દ્રસિંહ રાયજાદા-પૃષ્ઠ-૫૧
> સંદર્ભગ્રંથો-
(૧) ગુજરાતના ધર્મ સંપ્રદાયો-ડો.નવીનચંદ્ર આચાર્ય
(૨) આપણી લોક સંસ્કૃતિ-જયમલ પરમાર
(૩) જૈન દર્શન-ઝવેરીલાલ કોઠારી
(૪) ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ-ગુજરાતી સાહિત્ય પરિાદ
(૫) સત કેરી વાણી-મકરંદ દવે
(૬) આત્મ ચેતનાનું મહિયર-હિમાંશુ ભટ
(૭) સોરઠી સંતવાણી-ઝવેરચંદ મેઘાણી
(૮) દર્શન અને ઇતિહાસ-ડો. રાજેન્દ્રસિંહ રાયજાદા