જસદણ તાલુકાની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં ડીઝાસ્ટરમેનેજમેન્ટ અંગેની સભાનતાનો અભ્યાસ
Abstract
આજે દુનિયાના મોટા ભાગના દેશોએ પોતાના દેશમાં આવતી કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા જાત-જાતના પ્રયાસો કરે છે અને એના માટે શિક્ષણ નેજ અસરકારક માધ્યમ ગણવામાં આવ્યું છે, દેશની ભાવી પેઢી પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ થીજ પોતે માહિતગાર થઈ પોતાના પરિવારમાં અને સમાજ માં જાગૃતિ ફેલાવી કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા સભાન બને અને બનાવેતેવા આશય થી સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. આ જ બાબત ને ધ્યાને રાખી પ્રસ્તુત અભ્યાસ માં જસદણતાલુકાની માધ્યમિક શાળાના ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ડીઝાસ્ટરમેનેજમેન્ટ અંગેની સભાનતાનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રસ્તુત અભ્યાસમાં વિદ્યાર્થીઓ ની સભાનતાચકાસવા માટે સભાનતા માપદંડ ની રચના કરવામાં આવી હતી. સભાનતા માપદંડ ના આધારે નમૂના પાસે થી માહિતી નું એકત્રીકરણ કરી મળેલ માહિતીનું ત્રીબિંદુસ્કેલ પ્રમાણેગુણાંકન કરી સભાનતા અંક મેળવવામાં આવ્યા હતા અને કાઈવર્ગ કસોટી દ્વારા પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. આ પ્રત્યેક વિધાન માટે ૦.૦૧ કક્ષાએ ન્યુનતમકાઈવર્ગ મૂલ્ય ૯.૨૧૦ અને ૦.૦૫ કક્ષાએ ન્યુનતમકાઈવર્ગ મૂલ્ય ૫.૯૯૧ સાર્થક થવા માટે જરૂરી હતું. પ્રાપ્ત માહિતી પરથી વિવિધ પ્રકારની કુદરતી આપત્તિઓના સંદર્ભમાં અભ્યાસનાપ્રશ્નોની ચકાસણી કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી ઉપરથી ફલિત થાય છે કે અભ્યાસમાં મુકવામાં આવેલ પ્રશ્નોના સંદર્ભમાં વિદ્યાર્થીઓ સભાનતા ધરાવે છે.
Downloads
References
ઉચાટ, ડી. એ. (૨૦૦૫). સંશોધન દર્શન રાજકોટ : પારસ પ્રકાશન.
દેસાઈ, એચ. જી. અને દેસાઈ, કે. જી. (૧૯૯૭). સંશોધન પદ્ધતિઓ અને પ્રવીધિઓ ( છઠ્ઠી આવૃત્તિ). અમદાવાદ : યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
પરમાર, આર. ડી. અને અન્ય(૨૦૦૬). આપત્તિ વ્યવસ્થાપન. શિક્ષણ તાલીમ મોડયુલ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, વિદ્યાભવન, ગાંધીનગર.