NCF (2005) અંતર્ગત ધોરણ-૬ થી ૮ ના હિન્દી વિષયના કાવ્યશિક્ષણમાંથી નિષ્પન્ન થતાં નૈતિક મૂલ્યોનો અભ્યાસ
Abstract
વિશ્વનું મહાન સાહિત્ય ભગવદ્દગીતાથી માંડીને સોક્રેટિસ કે હેમ્લેટ સુધી મૂલ્યોની પસંદગી અને મૂલ્યો વચ્ચેના સંઘર્ષ પર આધારિત છે. સર્જનાત્મક માણસ બનવા માટે મૂલ્ય આધારિત પસંદગી એ પૂર્વશરત છે. શિક્ષણનો માનવીય ચહેરો રજૂ કરવા માટે કેળવણીએ મથવાનું છે. દરેક પ્રકારનું શિક્ષણ આત્મલક્ષી અને વ્યક્તિની જાત સાથે સંકળાયેલું હોય જ મૂલ્યનિષ્ઠ કેળવણી એ દરેક પ્રકારના શિક્ષણને સ્પર્શતું વૈશ્વિક પરિબળ છે. અને દરેક પુસ્તક માનવજીવનનું પ્રેરકતત્વ છે. ત્યારે વર્તમાન શિક્ષણના પાઠ્યપુસ્તકોમાં જો મૂલ્યોનો સમાવેશ હશે તો વિદ્યાર્થીઓને જીવનકક્ષાનો ખજાનો આપી શકાય એવા ઉદેશ્ય સાથે પ્રયોજકે પ્રસ્તુત અભ્યાસ હાથ ધરેલ છે.
પ્રસ્તુત અભ્યાસનું સંશોધન ક્ષેત્ર અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક હતું. અભ્યાસનો પ્રકાર વ્યાવહારિક અને ગુણાત્મક પ્રકારનું હતું. પ્રયોજકે વર્ણનાત્મક સંશોધન પધ્ધતિ પસંદ કરી હતી. નિદર્શ તરીકે NCF (2005) ના હિન્દી વિષયના ધોરણ ૬ થી ૮ ના પાઠ્યપુસ્તકોના પદ્યોની ૬ સહેતુક નમૂના પસંદગી પ્રવિધિથી પસંદગી કરી હતી. ઉપકરણ તરીકે સ્વરચિત નોંધપત્રકોનો ઉપયોગ કર્યો હતો. જે અંતર્ગત મૂલ્યઘટકો નક્કી કરીને વિષયવસ્તુમાંથી કાવ્યપંક્તિઓ પસંદ કરીને મૂલ્યો તારવવામાં આવ્યા હતા.
Downloads
References
આચાર્ય, મો. એ. (૨૦૦૯). પબ્લિકેશન. શિક્ષણમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર. : અક્ષર અમદાવાદ.
ઉચાટ, ડી. એ. (૨૦૦૯). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ઠાકર, ડી. (૨૦૦૯) શિક્ષણ : ચિંતા અને ચિંતન, અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન. :
ભટ્ટ, એન. ( ૧૯૪૬ ). કેળવણીની પગદંડી. અમદાવાદ : સંસ્કાર સાહિત્ય મંદિર,
પટેલ, આર. એસ. (૧૯૯૩ થી ૨૦૦૬). એમ. એડ. લઘુ શોધનિબંધના સારાંશ અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી
ત્રિવેદી, એચ. ( ૨૦૦૧ ) જીવનલક્ષી શિક્ષણ. અમદાવાદ : સંસ્કાર સાહિત્ય મંદિર.
શાહ, ડી. (૨૦૦૯). શૈક્ષણિક સંશોધન. સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.
માધડ, આર. ડી. ( ૨૦૧૩ ). વર્ગ એ જ સ્વર્ગ. ગાંધીનગર : અભિષેક પ્રકાશન.